
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
પ્રેમ સમબંધમાં આડખીલી બનતા પતિને મળ્યું મોત:પ્રેમીએ વિધિ કરવાનાં બહાને પત્ની સાથે મળી પતિનું ગળુ દબાવી રહેસી નાખ્યું…
થોડાક દિવસ આગાઉ ફતેપુરા પીપલરા નદી પાસે મળેલી લાશનો ભેદ ઉકેલાયો:
પોલીસે પતિની હત્યાં કરનાર, પ્રેમી, મરણજનારની પત્ની તેમજ હત્યાંમાં સામેલ અન્ય બે સગીરતો મળી કુલ 4 ઈસમો ઝડપાયા, ભુવો ફરાર…
દાહોદ તા.16
ફતેપુરા તાલુકાના પીપલારા નદી પાસે થોડાક દિવસ અગાઉ મળેલ 43 વર્ષીય ઈસમની લાશનું ફતેપુરા પોલીસે ટેક્નિકલ સોર્સના મદદથી પત્નીએ પ્રેમી તેમજ અન્ય બે ઈસમોની મદદ વડે પ્રેમ સબંધમાં આડખીલી રૂપ બનતા પતિનું વિધિ કરવાનાં બહાને જમીન પર સુવડાવી ગળુ દબાવી ઠંડે કલેજે હત્યાં કરી પુરાવાના નાશ કરવા માટે લાશ ને પીપલારા નદી પાસે ફેંકી દીધા નું સામે આવતા પોલીસે હત્યાંકાંડ ને અંજામ આપનાર પત્ની, પ્રેમી સહીત કુલ 4 ઈસમોને ઝડપી જેલભેગા કર્યા છે. જયારે વિધિ કરાવનાર ભુવો હાલ પોલીસ પકડથી દૂર હોઈ પોલીસે ભુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પીપલારા નદી પાસે થોડાક દિવસ અગાઉ એક ઈસમની લાશ મળી આવી હતી. જે બાદ ફતેપુરા સમગ્ર પ્રકરણને ગંભીરતા પૂર્વક લઇ ટેક્નિકલ સોર્સની મદદથી તલસ્પર્શી તપાસ હાથ ધરતા ચોકાવનારી વિગતો બહાર આવતા પોલીસ પણ એક તબબકે ચોકી ઉઠી હતી. પોલીસે સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલતા હત્યાંનો પર્દાફાશ થવા પામ્યો છે.વલુન્ડા ગામના રહેવાસી 45 વર્ષીય રમણભાઈ નાથાભાઈ બરજોડની પત્ની રેખાબેન બરજોડનું ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામના તલગામ ફળિયાના રહેવાસી બોરીયાભાઈ નારસીંગભાઈ પારગી જોડે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ ચાલી રહ્યું હતું. જેની જાણ રમણભાઈ બરજોડને થતા બન્ને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલુ થઇ ગયા હતા. જેના કારણે બને પ્રેમી પંખીડાનું મળવું મુશ્કેલ થઇ ગયું હતું.જોકે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા પ્રેમ સબંધમાં હવે રમણભાઈ બરજોડ આડખીલી રૂપ બનવા પામતા બન્ને પ્રેમી પંખીડાએ રમણભાઈને રસ્તામાંથી હટાવવા માટેનું નક્કી કરી યોજનાપૂર્વક રાજસ્થાનના ઓંખલામાં રહેતા ભુવા પાસે વિધિ કરાવ્યા બાદ ભુવાના જણાવ્યા અનુસાર પ્રેમી બોરીયાભાઈ પારગી તેમજ તેમના જ ફળિયાના ચીમનભાઈ સવજીભાઈ બારીયા સાથે રાખી વિધિ કરાવ્યા બાદ ગત. તારીખ 01/02/2022 ના રોજ રમણભાઈ બરજોડ ને વિધિ કરવાનાં બહાને ફતેપુરા તાલુકાના ડુંગરા ગામના રાકેશભાઈ ભીમાભાઈ દામાના ઘરે બોલાવી રમણભાઈને જમીન પર સુવડાવી ચાદર ઓઢાવી દીધી હતી. ત્યારબાદ ચીમનભાઈ બારીયાએ વિધિ શરૂ કર્યા બાદ રેશમબેને તેમજ રાકેશભાઈ, તેમજ ચીમભાઈએ રમણભાઈના હાથ પગ પકડી રાખતા બોરીયાભાઈ નારસીંગભાઈ પારગીએ રમણભાઈનું ગળુ દબાવી ઠંડે કલેજે હત્યાં કરી નાખી હતી. ત્યારબાદ ઉપરોક્ત ચારેય જણાએ રમણભાઈની હત્યા કર્યા બાદ તેમની લાશને પુરાવાના નાશ માટે પીપલારા નદી પાસે ફેંકી જતા રહ્યા હતા.
આમ પોલીસે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરી પ્રેમ સબંધમાં આડખીલી રૂપ બની રહેલા પતિનું વિધિ કરવાના બહાને હત્યાં કરનાર પ્રેમી મરણજનાર ની પત્ની, તેમજ હત્યાંમાં સામેલ અન્ય બે ઈસમો મળી કુલ 4 ઈસમોને જેલ હવાલે કર્યા છે. જયારે હત્યામાં સામેલ રાજસ્થાનના ભુવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.