Thursday, 19/05/2022
Dark Mode

દાહોદમાં આગામી 24 મીના રોજ યોજાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમના વિરોધમાં દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસનું કલેક્ટરને આવેદન..!! 

February 22, 2022
        672
દાહોદમાં આગામી 24 મીના રોજ યોજાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમના વિરોધમાં દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસનું કલેક્ટરને આવેદન..!! 

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં આગામી 24 મીના રોજ યોજાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમના વિરોધમાં દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસનું કલેક્ટરને આવેદન..!! 

અગામી 24 મીના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ કલેકટર ને પાઠવ્યું આવેદન 

ગરીબ કલ્યાણ મેળાનુ સ્થળ બદલવા અથવા સમયમાં ફેરફાર કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસનું આવેદનપત્ર 

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાના સ્થળ પાસે આવેલા કોલેજમાં પરીક્ષા હોવાના કારણે આપ્યુ આવેદનપત્ર

કોરોના કાળ દરમ્યાન શાળાઓ કોલેજો બંધ હોય હાલ માંડ-માંડ ફરી શરુ થતા કોલેજમાં સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ હોવાથી  વિધાથીઓના ભવિષ્ય ઉપર તેમજ પરિક્ષામાં ખલેલ ન થાય તે માટે આપ્યુ આવેદનપત્ર 

દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સંજયભાઈ નિનામાની આગેવાનીમાં યુથ કોંગ્રેસ મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરશે

ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ અથવા સમય ન બદલવામા આવે તો દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની ચીમકી 

દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દવારા આવેદનપત્ર આપતા વહીવટ તંત્ર થયુ દોડતુ

દાહોદ તા.22

દાહોદ નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આગામી ૨૪મી ફેબ્રુઆરીના યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમના સ્થળ અથવા સમયની ફેરફાર કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

 આગામી ૨૪મી ફેબ્રુઆરીના રોજ નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનો સમયમાં ફેરફાર અથવા કાર્યક્રમનો સ્થળ બદલવાની ની માંગ સાથે આજરોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સંજય નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા, દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ આસિફ અલી સૈયદ, તેમજ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કેકોરોના કાળ દરમ્યાન શાળાઓ કોલેજો બંધ હોવાથી તેમજ લાંબા સમય બાદ શાળા કોલેજો પુનઃ ધમધમતી થઈ છે.તેમજ આવતીકાલથી નવજીવન કોલેજ માં સેમેસ્ટર 1 ની પરિક્ષાઓ શરૂ થઇ રહી છે. તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળથી અડીને આવેલા કોલેજમાં કાર્યક્રમના દિવસે પરીક્ષાઓ યોજાવાની હોવાથી કોલેજમાં અભ્યાસ કરતા વિધાથીઓના ભવિષ્ય તેમજ પરિક્ષામાં કોઈપણ જાતનું ખલેલ ન પહોંચે તેણે ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું સ્થળ અથવા સમયમાં ફેરફાર કરવા માટે કલેકટર ને રજૂઆત કરવામાં આવી હતી.સાથે સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જો કાયઁકમનો સ્થળ અથવા સમય ન બદલવામા આવે તો અગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસ મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ પ્રદર્શન તેમજ જલદ આંદોલન ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.ત્યારે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દવારા આવેદનપત્ર આપ્યા બાદ વિદ્યાર્થીઓની પરીક્ષા તેમજ કાર્યક્રમ સ્થળ તદ્દન નજીક હોવાથી એક તબક્કે વહીવટ તંત્ર થયુ દોડતુ થયું હતું. જોકે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની માંગને ધ્યાને લઇ આગામી 24 મીના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ અથવા સમયમાં ફેરફાર થાય છે કે કેમ? તે હાલ જોવું રહ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort