Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ તાલુકાના નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં 

February 22, 2022
        1036
દાહોદ તાલુકાના નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં 

 રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ તાલુકાના નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં 

ટેન્કર ચાલકનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ગેસ નું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી માર્યું 

મધ્યપ્રદેશ તરફ જતા ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા એક તરફનો માર્ગ પ્રભાવિત થયો 

નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ફાયર ફાઈટર તેમજ પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી 

દાહોદ તા.22

દાહોદ તાલુકાના નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં 

દાહોદ તાલુકાના કઠલા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગેસ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા નેશનલ હાઇવે ઓથોરિટી તેમ જ અગ્નિશામક દળ તાબાડતોડ ઘટનાસ્થળે દોડતું થયું હતું ત્યારે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની ન પહોંચી હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.

દાહોદ તાલુકાના નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી માર્યું: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં 

 વધુ મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના કઠલા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મધ્યપ્રદેશ તરફ જતુ MP.04.GB.9572 નંબરનું ગેસ ભરેલું ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. એલપીજી ભરેલું ગેસ ટેન્કર પલટી મારી હોવાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ તેમજ અગ્નિશામક દળને થતા તેઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ એક તરફનો માર્ગ બંધ કરતા અગ્નિશામક દળના કર્મચારીઓએ એલપીજી ભરેલા ટેન્કરને ઉભુ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની ન પહોંચતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!