Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન 32,500 નો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો: દારૂ લાવનાર બંને બુટલેગર ફરાર 

February 9, 2022
        1987

દાહોદ તા.૦૯

 ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી પોલીસે મોટરસાઈકલ પરથી વિદેશી દારૂનો ૩૨,૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. જયારે મોટરસાયકલ પર દારૂ લાવનાર બંને વ્યક્તિઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થતા પોલીસે બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 લીમખેડા તાલુકાના ઘુમણી ગામે રહેતો શૈલેષભાઈ સુરસીંગભાઈ માવી અને તેની સાથે અન્ય એક ઈસમ મળી બંન્ને  પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવા સુથારવાસા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન પોલીસની નાકાબંધી જાેઈ બંન્ને ઈસમો પોતાના કબજાની મોટરસાઈકલ મુકી ફરાર થઇ ગયા હતા. જયારે પોલીસે મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૨૫૦ કિંમત રૂા. ૩૨,૫૦૦ ના વિદેશી દારૂ સાથે મોટરસાઈકલ કબજે કરી બંન્ને ઈસમો વિરુદ્ધ લીમડી પોલીસે પ્રોહી અંગે નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!