બાબુ સોલંકી :- સુખસર
*સુખસર સી.એચ.સી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ રસ્તામાં સફળતાપૂર્વક પ્રસુતાની ડીલીવરી કરાવી*
*સુખસર સી.એચ.સી માંથી પ્રસુતાને લોહીની ઉણપ તથા હાઈ બી.પી ના કારણે રિફર કરવામાં આવેલ હતી*
સુખસર,તા.24
નવા વર્ષની સાંજના મોટીઢઢેલીની 26 વર્ષીય બહેનને પ્રસવની પીડા ઉપડતાં સુખસર સરકારી દવાખાનામાં ડિલિવરી માટે લાવવામાં આવ્યા હતા.પરંતુ સુખસર સી.એચ.સી માં ફરજ ઉપરના તબીબ દ્વારા પ્રસુતા બહેનને તપાસ કરતા લોહીની ઉણપ તથા હાઈ બી.પી હોવાના કારણે રીફર કરવાની ફરજ પડી હતી.ત્યારે પ્રસુતા બહેનને સંતરામપુર ખાતે સુખસર 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવી રહ્યા હતા.તેવા સમયે પ્રસુતા બહેનને વડા તળાવ સુધી જતા અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓને રસ્તામાં ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ 22 ઓક્ટોબર-25 ના રોજ મોટી ઢઢેલીના 26 વર્ષીય બહેનને પ્રસુતિની પીડા ઉપાડતા સુખસર સી.એચ.સી ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં તપાસ કરતા પ્રસુતા બહેનને સુખસર સી.એચ.સી ખાતે ફરજ ઉપરના ડો. સોનલબેન દ્વારા તપાસ કરતા લોહીની ઉણપ તથા હાઈ બી.પી હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી પ્રસુતાને અન્ય જગ્યાએ રિફર કરવાની ફરજ પડી હતી.જેથી પ્રસુતા બહેનના સગાઓએ 108 એમ્બ્યુલન્સની મદદ માંગતા તાત્કાલિક સુખસર 108 એમ્બ્યુલન્સના પાયલોટ રાજપાલ સિંહ ચૌહાણ તથા ઇ.એમ.ટી રમેશભાઈ મકવાણા આવી પહોંચ્યા હતા.અને પ્રસુતાને તેના સગાઓ દ્વારા સંતરામપુર ખાનગી દવાખાનામાં લઈ જવાનું જણાવેલ.જ્યારે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પ્રસુતાને સંતરામપુર લઈ જતા હતા.તેવા જ સમયે સુખસર થી 4 કિ.મી આગળ જતા વડાતળાવ પાસે પ્રસુતા બહેનને પ્રસુતિની અસહ્ય પીડા ઉપાડતા ડો. એન્સ તથા ડો.શાહના માર્ગદર્શન હેઠળ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સરળતાથી ડીલેવરી કરાવી માતા તથા બાળકને સંતરામપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં માતા તથા બાળકની તબિયત સારી હોવાનું જાણવા મળે છે.આમ સુખસર 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પ્રસુતા બહેનના સગાઓને ખાનગી દવાખાનાના ખર્ચ માંથી બચાવી સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા પ્રસુતાના સગાઓએ આભાર માન્યો હતો.