Saturday, 15/11/2025
Dark Mode

*સુખસર તાલુકાના ઘાણીખુટ ગરાડું ક્રોસિંગ પાસે બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત એકનું મોત* *અકસ્માતમાં નાના બોરીદાના 57 વર્ષીય વ્યક્તિનું મોત,અકસ્માત સર્જનાર ચાલક મોટરસાયકલ સાથે સ્થળ ઉપરથી ફરાર થયો*

October 25, 2025
        7842
*સુખસર તાલુકાના ઘાણીખુટ ગરાડું ક્રોસિંગ પાસે બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત એકનું મોત*  *અકસ્માતમાં નાના બોરીદાના 57 વર્ષીય વ્યક્તિનું મોત,અકસ્માત સર્જનાર ચાલક મોટરસાયકલ સાથે સ્થળ ઉપરથી ફરાર થયો*

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના ઘાણીખુટ ગરાડું ક્રોસિંગ પાસે બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત એકનું મોત*

*અકસ્માતમાં નાના બોરીદાના 57 વર્ષીય વ્યક્તિનું મોત,અકસ્માત સર્જનાર ચાલક મોટરસાયકલ સાથે સ્થળ ઉપરથી ફરાર થયો* સુખસર,તા.24

  સુખસર તાલુકાના ઘાણીખુટ ગરાડુ ક્રોસિંગ પાસે નવા વર્ષના રોજ બપોરના બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં નાનાબોરીદાના એક 57 વર્ષીય વ્યક્તિને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત આઘેડનું મોત નીપજવા પામેલ છે.

        જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના નાનાબોરીદા તળગામ ખાતે રહેતા જકતુભાઈ ફતાભાઈ મછાર ઉંમર વર્ષ આશરે 57નાઓ ખેતીવાડી દ્વારા ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓ 22 ઓગસ્ટ-2025 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ઘરેથી અનાજ દળાવવા પોતાની મોટરસાયકલ નંબર જીજે-20.એએમ-8667 લઈ સુખસર આવી રહ્યા હતા.તેવા સમયે ઘાણીખુટ ગરાડુ ક્રોસિંગ ઉપર પોતાની મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે સામેથી આવતી સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે-20.એસી-6682 ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી જકતુભાઈના કબજાની મોટરસાયકલને અડફેટમાં લઈ અકસ્માત કર્યો હતો.અને અકસ્માત નોતરનાર મોટરસાયકલ ચાલક અકસ્માત બાદ પોતાની મોટરસાયકલ સાથે ફરાર થઈ ગયો હતો.પરંતુ આસપાસમાં રહેતા લોકોએ મોટરસાયકલ નંબર નોધી લીધો હતો. જ્યારે જકતુભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ઝાલોદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થિતિ નાજુક હોય વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન જકતુભાઈ મછારનું મોત નીપજતા ઘરના મોભીનું અકસ્માતે મોતને ભેટતા પરિવાર સહિત ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

       ઉપરોક્ત બાબતે મૃતક જકતુભાઈ મછારના પૌત્ર વિશ્વાસ ભાઈ ઈશાકભાઈ મછારનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લાશનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ બાદ લાશનો કબજો પરિવારજનોને સોંપી, અકસ્માત નોતરી ફરાર થઈ ગયેલ મોટરસાયકલ ચાલક સામે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!