ફતેપુરા નગરમાં રખડતા આખલાઓની લડાઈમાં દશ મિનિટ સુધી વાહન વ્યવહાર ખોરવાયો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા નગરમાં રખડતા આખલાઓની લડાઈમાં દશ મિનિટ સુધી વાહન વ્યવહાર ખોરવાયો*

*આખલા યુદ્ધ થી રાહદારી તથા વાહન ચાલકોમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા*

 સુખસર,તા.23

 ફતેપુરા નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે.શહેરના વ્યસ્ત હોળી ચકલા રોડ પર બે આખલાઓ વચ્ચે હિંસક યુદ્ધ ફાટી નીકળ્યું હતું.આ ઘટનાને કારણે લગભગ દશ મિનિટ સુધી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

             પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,આખલાઓએ મુખ્ય માર્ગને જાણે બાનમાં લીધો હતો અને રસ્તાની વચ્ચે જ લડવાનું શરૂ કરી દીધું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી., જેના કારણે વાહનચાલકોને થોડા સમય માટે થંભી જવાની ફરજ પડી હતી.

         આખલાઓને છૂટા પાડવા માટે આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોએ પ્રયાસો કર્યા હતા.લોકોએ પાણી છાંટીને અને લાકડીઓ વડે પણ તેમને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આખલાઓ છૂટા પડ્યા નહોતા. લગભગ દશ મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ બંને આખલાઓ થાકીને આપોઆપ છૂટા પડ્યા હતા.અને ત્યાંથી ચાલ્યા ગયા.

         સદનસીબે આ સમગ્ર ઘટના દરમ્યાન કોઈ વાહનચાલક,દુકાનદાર કે રાહદારીને ઈજા થઈ ન હતી.જેથી મોટી દુર્ઘટના ટળી હતી.આખલાઓ દૂર ગયા બાદ માર્ગ પર વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થઈ શક્યો હતો.જોકે,આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Share This Article