બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના લખણપુરમાં જીવંત વીજ વાયર થી કરંટ લાગતા 34 વર્ષિય યુવાનનું મોત*
*મૃતક યુવાન પાડોશીના ઘરેથી વીજ પ્રવાહ લાવી પોતાના ઘરે ઈલેક્ટ્રીક બોર્ડમાં વાયર નાખવા જતા કરંટ લાગ્યો હતો*
સુખસર,તા.24
સુખસર તાલુકાના લખણપુર ગામે બુધવારના રોજ એક યુવાન પાડોશી ના ઘરેથી વીજ પ્રવાહ લાવી પોતાના ઘરે ઈલેક્ટ્રીક બોર્ડમાં વાયર નાખવા જતા યુવાનને હાથે ઇલેક્ટ્રીક કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના લખણપુરના ભાભોર ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ સામંતભાઈ ચારેલ ઉંમર વર્ષ 34 નાઓ ખેતીવાડી તથા છુટક કામ ધંધો કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.જેઓ 22 ઓગસ્ટ- 2025 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે વીજ પ્રવાહ ન હોય પાડોશી સંજયભાઈ ચારેલના ઘરેથી વીજ પ્રવાહ લાવી ઈલેક્ટ્રીક બોર્ડમાં પીન નાખવા જતા રાજેશભાઈ ને હાથ ઉપર કરંટ લાગ્યો હતો.જેથી ઘરના સભ્યો દોડી આવી જોતા રાજેશ ઓસરીમાં પડેલો હતો.અને જોયલ તો રાજેશના ડાબા હાથમાં ઈલેક્ટ્રીક વાયર પકડેલો જોવા મળેલ.અને તેની હથેળીનો ભાગ દાઝી ગયેલ હતો.જેથી બોર્ડમાંથી પિન કાઢી હાથમાં લાગેલા કરંટ છોડાવેલ અને રાજેશની તપાસ કરતા તેના શ્વાસોશ્વાસ બંધ પડી જતા મરણ ગયેલ હોવાનું જણાયેલ.
ઉપરોક્ત બાબતે મૃતક રાજેશભાઈ ચારેલના પિતા સામંતભાઈ લાલાભાઇ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે લાશનો કબજો મેળવી અકસ્માત મોત બી.એન.એસ.એસ કલમ-194 મુજબ ગુન્હો દાખલ કરી સુખસર સરકારી દવાખાનામાં લાશના પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.