બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાં પિવાના પાણીની સમસ્યા હલ કરવા વાગધારા સંસ્થાના સહયોગથી સ્વરાજ સંગઠન દ્વારા સુખસર તાલુકા ટીડીઓને ભલામણ પત્ર અપાયું*
*સુખસર તાલુકામાં બગડેલા હેન્ડ પંપનું મરામત કામ કરી કાર્યરત કરી પાણીની સમસ્યા હલ કરવા રજૂઆત કરાઈ*
સુખસર,તા.21
આદિવાસી વિસ્તારના ગ્રામીણ ક્ષેત્રોમાં ભીષણ ગરમીના કારણે દિન પ્રતિદિન પીવાના પાણીની સમસ્યા જટિલ બનતી જાય છે.કેટલાક ગ્રામ્ય વિસ્તારના ગ્રામીણોને સવારથી જ પાણી માટે અહીં તહીં ભટકી વલખાં મારવાં પડે છે.સ્ત્રીઓ,બાળકો અને વૃદ્ધજનોને બધા કરતા વધારે તકલીફ ભોગવી પડે છે.આજરોજ વાગધારા સંસ્થાના સહયોગથી ગઠિત કૃષિ અને આદિવાસી સ્વરાજ સંગઠન – ફતેપુરા દ્વારા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી- સુખસરને ભલામણ પત્ર સૌપી આ સમસ્યાના સમાધાન માટે માંગણી કરી છે.સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું કે,કેટલાક ગામો માં બંધ અવસ્થામાં પડેલ હેડ પંપ છે.જેથી ગ્રામિણોને દૂર દુર થી પાણી લાવવું પડે છે.આ આગ્રહ પત્રમાં બંધ પડેલ હેડ પંપનું સુધારકામ કરી, પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને બાળકો,સ્ત્રીઓ અને વૃદ્ધ જનોને દૂર દૂર પાણી માટે ભટકવું ના પડે.અને આ ભીષણ ગરમીના સામે પેયજલની સુવિધા ઉપલબ્ધ થઈ શકે.આ હેતુથી મદદનીશ વિકાસ અધિકારી મહાદેવને આગ્રહ પત્ર સોંપવામાં આવ્યું હતું.તેમ વાગધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા જાણવા મળેલ છે.
