Friday, 26/04/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના બાસવાડા રોડ પર ધોળા દિવસે બાઈક પર આવેલા બે ગઠિયાઓ બાઈક સવાર વેપારીના પૈસા ભરેલુ બેગ લઇ થયા રફુચક્કર…

January 20, 2022
        1998

દાહોદ તા.૨૦

 ઝાલોદ તાલુકાના બાસવાડા રોડ ખાતે ધોળા દિવસે  બેંકમાંથી રકમ લઈ ટુ વ્હીલર પર જઇ રહેલા બે વ્યક્તિઓ પાસેથી મોટરસાયકલ સવાર ગઠિયાઓએ રોકડ રકમ ભરેલી બેગની ચીલઝડપ કરી નાસી છૂટવામાં સફળ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

 વધુ મળતી માહિતી પ્રમાણે  ઝાલોદ નગરના બાંસવાડા રોડ ખાતે સર્વાેદય સોસાયટીની સામે રહેતાં દેવ ચીમનલાલ કલાલ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ એમ બંન્ને જણા ગત રોજ ઝાલોદની બરોડા બેન્કમાંથી રોકડા રૂપીયા ૧,૯૯,૦૦૦ થેલીમાં ભરી પોતાના ઘરે ટુ વ્હીલર પર સવાર થઈ આવી રહ્યાં હતાં.તે સમયે ઝાલોદ નગરના બાંસવાડા રોડ પરથી પસાર થતી વેળાએ એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજાણ્યા ૨૦ થી ૨૫ વર્ષના બે અજાણ્યા ગઠિયાઓએ  દેવ ચીમનલાલ કલાલની પાછળ બેઠેલ વ્યક્તિની પાસે રહેલ રોકડા રૂપીયા ૧,૯૯,૦૦૦ની બેગની ચીલઝડપ કરી ભાગી છૂટવામાં સફળ થયા હતા.  જ્યારે બનાવની જાણ વાયુવેગે નગરમાં થતા ચકચાર મચી જવા પામી હતી.

 આ સંબંધે દેવ ચીમનલાલ કલાક દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!