Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં ઘરના આંગણામાં રમી રહેલા 6 વર્ષીય બાળકનું પતંગના દોરાથી ગળું કપાયું..

January 10, 2022
        1379
દાહોદમાં ઘરના આંગણામાં રમી રહેલા 6 વર્ષીય બાળકનું પતંગના દોરાથી ગળું કપાયું..

દાહોદના મોચીવાડામાં 6 વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું:બાળક ઘરની બહાર રમતો હતો તે વખતે બની ઘટના 

ગળાના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક  સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો:સારવાર દરમિયાન 30 જેટલા ટાંકા લેવાયા 

ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાંય બજારોમાં ધૂમ વેચાણ:ઝાયડસ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ:હાલમાં બાળકનો જીવ બચવા પામ્યો છે

દાહોદ તા.10

દાહોદ શહેરમાં આજે ઘરના આંગણામાં રમી રહેલા 6 વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા બાળકનું ગળુ કપાઈ જતા ઇજાગ્રસ્ત બાળકને તાબડતોડ નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

 

 મળતી માહિતી અનુસાર દાહોદ શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ નો 6 વર્ષીય પુત્ર મોહમદ ઘરના આંગણામાં આવી રહ્યો હતો. તે સમયે પતંગની દોરી તેના ગળામાં વીંટળાઈ જતાં બાળકનું ગળો પતંગની દોરીથી કપાઈ જતા તે ત્યાં જ ફસડી પડ્તા ઇજાગ્રસ્ત મોહમ્મદને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ ગળાના અંદરના ભાગે 10 તેમજ બહારના ભાગે 20 મળી કુલ 30 ટાંકા લીધા હતા. જ્યા બાળકની હાલ તબિયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!