
દેર આયે દુરુસ્ત આયે.. દાહોદ નગરપાલિકામાં વેક્સિન ના બન્ને ડોઝ લેનાર ને પાલિકામાં પ્રવેશ મળશે..!!
દાહોદ નગરપાલીકા દ્વારા રાજ્ય સરકારના પરિપત્ર બાદ બોડઁ મુકાયુ
દાહોદ નગર પાલિકા દ્રારા નવો નિયમ:કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય
દાહોદ નગર પાલિકામાં પ્રવેશ પહેલા બતાવવું પડશે વેકસીનના બે ડોઝનું પ્રમાણપત્ર
વેક્સીનના બે ડોઝ લીધેલા હશે તે વ્યક્તિનેજ નગર પાલિકામાં અપાશે પ્રવેશ:નગર પાલિકા દ્રારા બોર્ડ મૂકી ચેતવણી આપવામાં આવી
આજથી દાહોદ નગર પાલિકામાં પ્રવેશ લેનારા વ્યક્તિને વેકસીનના બે ડોઝ લીધા હશે તોજ અપાશે પ્રવેશ
દાહોદ શહેરમા વધતા કોરાના સક્રમણના વધતા કેસોના પગલે મોડે મોડે જાગી પાલીકા
દાહોદ તા.10
દાહોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના પરિપત્ર બાદ વ્યક્તિના બંને ડોઝ મુકાયેલા વ્યક્તિને જ નગરપાલિકામાં પ્રવેશ આપવા અંગેનો બોર્ડ મૂકી દેવામાં આવ્યો છે.
નોવેલ કોરોના વાયરસના લીધે વિશ્વ સહિત સમગ્ર ભારતભરમાં ભરડો લીધો છે ત્યારે કોરોના ની પ્રથમ તેમજ ત્યારબાદ ઘાતક નીવડેલી બીજી લહેર બાદ સરકાર દ્વારા વ્યક્તિને કોરોનાથી બચવા વેક્સીન માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ત્યારે હજી પણ કેટલાય લોકો અનેક શંકા-કુશંકાઓ ના લીધે વેક્સીન લીધી નથી અથવા વેક્સીન લેવાથી પરહેજ કરી રહ્યા છે. તેવા સમયે એમીક્રોન નામક નવા વાયરસથી સાથે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.જેમાં વેક્સીનના બંને ડોઝ લેનાર વ્યક્તિને જ સરકારી કચેરીઓમાં પ્રવેશ આપવા માટેનો પરિપત્ર સલગ્ન વિભાગોની કચેરીઓમાં મોકલી દેવામાં આવ્યો છે.ત્યારે દાહોદ નગર પાલિકા દ્વારા આજે વેક્સીનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિ ને જ પ્રવેશ આપવાનો બોર્ડ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા પાલિકાના ગેટ પર લગાવી દેર આયે દુરુસ્ત આયેની ઉક્તિ સાર્થક ઠરી હતી.