રાજેશ વસાવે :- દાહોદ
જમીન કૌભાંડમાં 9 જુદીજુદી ફરિયાદોમાં 128 સામે દાખલ થયેલા ગુનાઓમાં તપાસનો ધમધમાટ
દાહોદના નકલી NA પ્રકરણમાં પુનઃ માપણી દરમિયાન ભૂતકાળમાં દાહોદમાં ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓ અધિકારીઓને નિવેદન લખાવવા પોલીસનું તેડું..
દાહોદ તા. ૯
દાહોદમાં ના બોગસ બીનખેતી પ્રકરણમાં સરકારના પ્રિમિયમની ચોરી કરનાર કેટલાક આરોપીઓ જેલવાસો ભોગવી રહ્યા છે. તો કેટલાક સર્વે નંબરોમાં હાલ પોલીસની તપાસ ચાલી રહી છે તેવા સંજોગોમાં સેટલમેન્ટ કમિશનર દ્વારા અપાયેલા આદેશો અનુસાર રેવન્યુ ની ટીમો દ્વારા હકીકતલક્ષી અહેવાલ પ્રાપ્ત કરવા માટે સંગાથ પથ સરવે નંબરોની પુનઃ એક વખત માપણી કરવામાં આવી રહી છે. સાથે સાથે પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ઉપરોક્ત પ્રકરણમાં 9 ગુના દાખલ કરીને સરકારી કર્મચારીઓ સહિત 128 સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.આ કૌભાંડ વર્ષ 2011થી 2023 સુધી આચરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ હતું.આ કેસમાં પોલીસે સંખ્યાબંધ લોકોના જવાબો લીધા છે. અન્ય લોકો સાથે સરકારી કર્મચારીઓની પણ ધરપકડ કરી છે.પરંતુ હવે પોલીસ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,મામલતદાર કચેરી અને સિટીસર્વે કચેરીમાં છેલ્લા દસ વર્ષમાં ફરજ બજાવી ગયેલા કર્મચારીઓને જવાબો લેવા તેડુ મોકલશે તેવું જાણવા મળ્યુ છે. એટલે દાહોદ ખાતે ફરજ બજાવીને આની જગ્યાએ ફરજ બજાવી રહેલા કર્મચારીઓ અને અધિકારીઓને પુના એક વખત પોલીસમાં જવાબો આપવા માટે દાહોદ આવવું પડશે તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે ત્યારે દાહોદના ડીવાયએસપી જે.પી ભંડારીએ જણાવ્યુ હતુ કે, જરૂર પડ્યે કર્મચારીઓને જવાબ લેવા બોલાવવામાં આવશે.હાલમાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવી ગયેલા જરૂર જણાઇ રહી છે તે કર્મચારીઓને બોલાવીને જવાબ લેવામાં આવી રહ્યા છે.
દાહોદ શહેર અને આસપાસના 21 ગામોમાં બોગસ બિનખેતી પ્રકરણમાં સોમવારથી તંત્ર દ્વારા સેટેલાઇટ આધારિત ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (DGPS)થી શરૂ કરવામાં આવ્યુ છે. આ સર્વે દરમિયાન ટીમ શંકાસ્પદ સર્વે નંબરોની ફેર માપણી કરી રહી છે.જેમા જે જગ્યાએ મકાનો, દુકાનો બની ગયેલી છે અને લોકો વસવાટ કરી રહ્યા છે.તે જગ્યાએ ટીમ આખા સર્વે નંબર સાથે પ્રત્યેક મકાનની માપણી કરી રહી છે. સાથે સાથે પોતાની સાથે લાવેલા ફોર્મમાં મકાનના માલિક, મકાનનું માપ, ફોન નંબર સહિતની વિગતો ભરવામાં આવી રહીં છે. તો કેટલાંક લોકો તો દસ્તાવેજ જ લઇને આવી જતા હોવાથી તેમાં જોઇને ફોર્મમાં વિગતો ભરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે. સરકાર દ્વારા પોલિસી બનાવવા માટે શંકાસ્પદ બિનખેતી હુકમોમાં સમાવિષ્ટ સર્વે નંબરોનો માત્ર હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવા માટે આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ માટે બનાવવામાં આવેલી 10 ટીમો દ્વારા આશરે 204 જેટલાં શંકાસ્પદ સર્વે નંબરોની માપણી કરીને ડેટાબેઝ તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.