
જીગ્નેશ બારીયા દાહોદ
દાહોદના રાજપુરમાં હારેલા ઉમેદવારના 10 જેટલા સમર્થકોએ મારા હથિયારો સાથે વિજેતા ઉમેદવારના ઘરે પથ્થરમારો કરી ધીંગાણું મચાવ્યુ ..
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના રાજપુર ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારી જતાં હારેલ ઉમેદવારના ૧૦ જેટલા સમર્થકો દ્વારા ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે માર હથિયારો ધારણ કરી જીતેલ ઉમેદવારના ઘર પર ભારે પથ્થર મારો કરી એકને લાકડી વડે તથા છુટા પથ્થરો વડે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાજપુર ગામે માળી ફળિયામાં રહેતાં બદીયાભાઈ શકરીયાભાઈ ડામોર, અજયભાઈ બદીયાભાઈ ડામોર, વિજયભાઈ બદીયાભાઈ ડામોર, કસુભાઈ સુરસીંગભાઈ ડામોર, જેન્તીભાઈ કાળીયાભાઈ ડામોર, ચતુરભાઈ સુરસીંગભાઈ ડામોર, અજયભાઈ હરસીંગભાઈ ડામોર, તોફાનભાઈ માનીયાભાઈ ડામોર, અલ્કેશભાઈ તોફાનભાઈ ડામોર અને નૈનેશભાઈ મતાભાઈ ડામોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, મારક હથિયારો તેમજ હાથમાં પથ્થરો લઈ ગામમાં રહેતાં શૈલેશભાઈ વેસ્તાભાઈ ડામોરના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારા ભાઈએ અમારા સામે ઉમેદવારી નોંધાવેલ તેના લીધે અમો હારી ગયેલ છીએ તેમ કહી દીપસીંગભાઈ વેસ્તાભાઈ ડામોરને માથાના ભાગે લાકડી મારી તેમજ છુટ્ટા પથ્થરો મારી છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને મકાન ઉપર ભારે પથ્થર મારો કરી ધિંગાણું મચાવતાં આ સંબંધે શૈલેષભાઈ વેસ્તાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————