સુખસરના બલૈયા નદી પાસે લુણાવાડા વાઇબ્રન્ટ સ્કૂલની બસની અડફેટે બાઇક સવાર યુવકનું મોત.

Editor Dahod Live
2 Min Read

સુખસરના બલૈયા નદી પાસે લુણાવાડા વાઇબ્રન્ટ સ્કૂલની બસની અડફેટે બાઇક સવાર યુવકનું મોત.

મૃતક યુવાન કાળીયા ગામના તળાવ ફળિયાનો હોવાની ચર્ચા*

બાબુ સોલંકી:સુખસર

સુખસર,તા.12

ફતેપુરા-સુખસર તાલુકામાં અવાર-નવાર વાહન ચાલકોની બેદરકારીના કારણે વાહન અકસ્માતો વધી રહ્યા છે.અકસ્માતમાં શારીરિક ઇજાઓ થવા સહિત કેટલાક લોકો મોતને ભટી રહ્યા છે.જેમાં એક વધુ બનાવ આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં લુણાવાડા ની વાઇબ્રન્ટ સ્કૂલના બાળકોને લઈને ફતેપુરા જતી શાળાની બસ સાથે બલૈયા નદીના પુલ ઉપર મોટરસાયકલ ચાલકને અકસ્માત નડતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.મૃતક યુવાન કાળીયા ગામનો હોવાનું જાણવા મળે છે.

      જાણવા મળેલ વિગતો મુજબ લુણાવાડા વાઇબ્રન્ટ વેવ્સ ઇન્ટરનેશનલ એકેડેમી સ્કૂલની બસ નંબર જીજે-35-ટી.3914 લુણાવાડા થી ઉપડી આજ રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં લુણાવાડા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફતેપુરા મુકવા માટે જઇ રહી હતી. તેવા સમયે બલૈયા ગામ પાર કર્યા બાદ બલૈયા સૂકી નદીના પુલ ઉપર જતા સામેથી આવતા મોટરસાયકલ નંબર જીજે.20-બીજી-3719 ના ચાલકને અકસ્માત નડ્યો હતો.જેમાં મોટરસાયકલ ચાલક દિગ્નેશ ભાઈ છગનભાઈ મછાર(ઉંમર વર્ષ આશરે 20) રહે.કાળીયા,તળાવ ફળિયા તાલુકો સુખસરને માથામાં ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માતની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Share This Article