ગરબાડા રેફરલ હોસ્પિટલ કંપાઉન્ડમાં ૮૩ વેપારીઓ વચ્ચે જામી રસાકસી; ૪૦ વાહનો ₹૭.૭૭ લાખમાં વેચાયા

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા રેફરલ હોસ્પિટલ કંપાઉન્ડમાં ૮૩ વેપારીઓ વચ્ચે જામી રસાકસી; ૪૦ વાહનો ₹૭.૭૭ લાખમાં વેચાયા

દાહોદ તા. 13

ગુજરાત રાજ્યના ડી.જી.પી. તથા પંચમહાલ રેન્જ, ગોધરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડી રહેલા વાહનોના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અનુસંધાને દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગરબાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. સ્વામીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી.

ગરબાડા રેફરલ હોસ્પિટલ કંપાઉન્ડ ખાતે ગરબાડા પોલીસ સ્ટેશનના નાના-મોટા કૂલ ૪૦ વાહનોની હરાજી યોજવામાં આવી હતી. કમિટી દ્વારા આ વાહનોની અપસેટ વેલ્યુ ₹૫,૮૧,૦૦૦ નક્કી કરવામાં આવી હતી.

હરાજી દરમિયાન કમિટીના અધ્યક્ષ નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. સ્વામી, દાહોદ એ.આર.ટી.ઓ., ગરબાડા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. રાદડિયા તેમજ દાહોદ એમ.ટી. વિભાગના એમ.ટી.ઓ. હાજર રહ્યા હતા.

આ હરાજીમાં કૂલ ૮૩ વેપારીઓએ ભાગ લીધો હતો. વેપારીઓ વચ્ચે જામી સરસાઈના અંતે ગોધરા (જિલ્લો પંચમહાલ)ના રહેવાસી સુલેમાન મોહમ્મદ ભટુક નામના વેપારીએ સૌથી ઊંચી ₹૭,૭૭,૦૦૦ની બોલી લગાવીને તમામ ૪૦ વાહનોની હરાજી જીતી લીધી હતી.

Share This Article