બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણીની પ્રાથમિક શાળાના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવા માટે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું*
*માત્ર છ વર્ષની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચારવાની કોશિશ કરી હત્યા કરી દેવામાં આવતા લોકોમાં ભભુકતો આક્રોશ*
સુખસર,તા.24
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા માસુમ બાળકીને માણસના રૂપમાં રહેલા હેવાન એવા આચાર્યના મનમાં હવસનો કીડો સળવળતા ધોરણ એકમાં અભ્યાસ કરતી માત્ર છ વર્ષની માસુમ વિદ્યાર્થીની ઉપર સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી શાળાના કમ્પાઉન્ડ માંજ બાળકીને ફેંકી દેવામાં આવતા અને સમગ્ર હકીકત પ્રકાશમાં આવતા આરોપી આચાર્યને જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે.અને તેના લીમખેડા કોર્ટમાં ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.ત્યારે નરાધમ
હત્યારા આચાર્યને ફાંસીની સજા આપી તેની તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવે તે માટે ફતેપુરા ભીલ પ્રદેશ મોરચા ફતેપુરા દ્વારા તેમજ ફતેપુરા આદિવાસી સમાજ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને ઉદ્દેશીને મામલતદાર એન.એસ. વસાવાને આવેદનપત્ર આપી વહેલી તકે ફાંસીની સજા આપવા માટે માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે ફતેપુરામાં મામલતદાર દ્વારા આવેદનપત્ર મહામહિમ રાજ્યપાલ સુધી પહોંચાડવા ની બાહેધરી આપી આવેદન પત્ર સ્વીકારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.