રાજેશ વસાવે :- દાહોદ
સીંગવડના ચકચારી કેસમાં આરોપી આચાર્યનું ભાજપ, RSS, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જોડે કનેક્શન સામે આવ્યું.
દાહોદમાં રાજકારણ ગરમાયું:કોંગ્રેસ આકરા પાણીએ ભારે વિરોધ વચ્ચે રેલી સ્વરૂપે નીકળી SP ને આપ્યું આવેદન..
દાહોદ તા. 24
સિંગવડમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના બનાવમાં શાળાના આચાર્ય દ્વારા આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા દાહોદ શહેર સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યઘાતો પડ્યા છે. ખાસ કરીને ગુરુ શિષ્ય ના સંબંધોને કલંકિત કરનાર આ ચકચારી કેસમાં દીકરીને તેમજ તેના પરિવારને ન્યાય મળે તે માટે આરોપી આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ ચોતરફથી ઉઠવા લાગી છે. ત્યારે અત્યંત સંવેદનશીલ ગણાતા આ પ્રકરણમાં આરોપી આચાર્ય નો આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભાજપ જોડે સંબંધો હોવાનું બહાર આવતા હવે રાજકારણ ગરમાયું છે. જેના પગલે આજે કોંગ્રેસ તેમજ આપ પાર્ટીએ ભેગા મળી Sp કચેરીએ આવેદન આપ્યું છે.
શહેરના આંબેડકર ચોક ખાતે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ભેગા થયાં હતા. જેમાં પૂર્વ સાંસદ પ્રભાભેન તાવીયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વજુભાઈ પણદા, જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામા, કિરીટભાઈ, ઝાલોદના આગેવાન સંજય નિનામા, મુકેશ ડાંગી સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હું આમ આદમી પાર્ટીમાંથી પણ હાર્દિક પરમાર સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકીની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.ત્યારબાદ ભાજપ વિરોધી, સાંસદ, તેમજ મુખ્યમંત્રી ગૃહ મંત્રી વિરૂધમાં સૂત્રો તેમજ નારા પોકારતા આંબેડકર ચોકથી એસપી કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. બીજા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા હાજર ન હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો એસપી કચેરી ખાતે જ બેસી ગયા હતા. જોકે એસપી જોડે ટેલીફોનિક ચર્ચા થયા બાદ તેઓ આ કેસના તપાસઅર્થે સીંગવડ મુકામે હોવાથી એલઆઇસી શાખાના પી.એસ.આઇ ગામિતને આવેદન સુપ્રરત કરી આરોપીને ફાંસીની સજા થાય તે માટે માંગ કરી હતી.
ચંદ્રિકા
સાંસદના ઘર તદ્દન નજીક હોવા છતાંય હજી સુધી બાળકીના ઘરે પહોંચ્યા નથી તે કમનસીબ બાબત : પ્રભાબેન તાવીયાડ,(પૂર્વ સાંસદ )
પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવીયાડે સાંસદ જશવંતસિંહ ભાભોરને આડેહાથે લીધા હતા. સાંસદ હજી સુધી ભોગ બનનાર બાળકીના ગામમાં પહોંચ્યા નથી તેમના પરિવારને મળ્યા આપવા પહોંચ્યા નથી.તે એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં જે પ્રમાણે અન્ય કેટલાક કિસ્સાઓમાં આરોપીના ઘરે ચાલતો હોવાના બનાવને લઈ આરોપી આચાર્યના ઘરે પણ બુલડોઝર ચલાવવા માટે પૂર્વ સાંસદ પ્રભાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આરોપીને અમને સોંપી દો, અમે ન્યાય કરી દઈશું :- ચંદ્રિકાબેન બારીયા (પૂર્વ કોંગી ધારાસભ્ય )
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આરોપી રિમાન્ડ હેઠળ હોઈ આ મામલે પૂર્વ મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ આ પ્રકરણને લઈ લાલઘુમ જોવા મળ્યા હતા. તેઓએ રેલી દરમિયાન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વિરોધ પણ નાના પોકાર્યા હતા. સાથે સાથે આરોપીઓને અમને સોંપી દો અમે ક્યાંય કરી આપીશું તેમ પણ જણાવ્યું હતું
બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી ફાંસીની માંગ ઉઠી
સિંગવડના ચક્ચારી પ્રકરણમાં કોંગ્રેસ આંકરા પાણીએ જોવા મળી રહી છે. આરોપીના સંબંધો વિશ્વ હિન્દૂ પરિષદ,આરએસએસ જેવા હિન્દુ સંગઠનો તેમજ ભાજપ જોડે હોવાનું બહાર આવતા હવે આ પ્રકરણમાં રાજકારણ ગરમાંવ્યું છે. સાથે સાથે આવા આરોપીઓને સરકાર અને ભાજપના નેતાઓ છાવરતા હોવાના આક્ષેપો પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સોશિયલ મીડિયામાં લોકો આરોપી આચાર્ય સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. તેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અંડરટાઇલ ચલાવી ફાંસીની માંગ પણ હવે જોરશોરથી ઉપવા પામી છે.