બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર નુતન વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ કાર્યક્રમ યોજાયો*
*નુતન વિદ્યાલય સુખસરના શાળા સ્ટાફ સહિત 200 વિદ્યાર્થીઓએ નશા મુક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો*
સુખસર,તા.24
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ ભારત અભિયાન અંતર્ગત આજરોજ તારીખ 24 સપ્ટેમ્બર 2024 ના રોજ નુતન વિદ્યાલય સુખસર હાઇસ્કુલ ખાતે સવારના સાતથી આઠના સમયે નશા મુક્તિ અંતર્ગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નૂતન વિદ્યાલય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના શિક્ષકો અને 200 થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં નશા મુક્તિ મેળવી,યોગ કરી પોતાનુ સ્વાસ્થ્ય સુધરે તે બાબતે જિલ્લા કોઓર્ડીનેટર ધુળાભાઈ પારગી દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા દ્વારા વ્યસન,ફેશન વિશેની માહિતી આપી હતી.તથા યોગ અને પ્રાણાયામ થી થતા ફાયદા વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં
આવ્યા હતા.છેલ્લે ખૂબ જ સરસ ધ્યાન કરાવવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દાહોદ જિલ્લા કો-ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી તથા ગીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
છેલ્લે નૂતન વિદ્યાલયના આચાર્ય દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો તથા ચેરમેનનો અને પુરા સ્ટાફનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.અને વ્યસનમુક્તિનો કાર્યક્રમ જિલ્લા લેવલે તો ઠીક પણ ગામડા સુધી પહોંચાડ્યો છે તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને
ઘર ઘર યોગ જશે તો જ તાલુકો અને જિલ્લો યોગમય બનશે અને ગુજરાત રાજ્ય અને ભારત દેશ યોગમય બનશે તેમ જણાવ્યું હતું.