લીમખેડામાં દપતી વચ્ચે ઝઘડો થતા વાત છૂટાછેડા સુધી પહોંચી, અભયમની ટીમે પતિને કાયદાકીય સમજ આપી સુખદ સમાધાન કરાવ્યું
દાહોદ તા.13
લીમખેડા નગરમાં ઝાલોદ રોડ વિસ્તારમાં રહેતા અને પકોડીનો ધંધો વેપાર કરીને પોતાનું ગુજરાત ચલાવતા દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા તકરાર થતા છૂટાછેડા સુધી પહોંચી ગયેલા મામલાને 181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી પીડીતાબેનના પતિને કાયદાકીય અને સામાજિક જવાબદારીનું ભાન કરાવી પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
લીમખેડા નગરમાં ઝાલોદ રોડ પર આવેલા કુંભારવાડામાં રહેતુ પરપ્રાંતીય દંપતી પાણીપુરીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ પતિને દારૂ પીવાની ટેવ હોવાથી દારૂ પીને તેની પત્નીને અવારનવાર મારફૂટ કરી ત્રાસ આપતો હોવાથી તેના પાડોશીએ 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરીને અભયમની ટીમને સ્થળ પર બોલાવી હતી. પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, તેનો પતિ દારૂ પીને વારંવાર ઘરમાં દરવાજો બંધ કરી ને મારકુટ કરે છે. અને આઠ માસની બાળકી ને પણ હાથે પકડી ફેકી દીધેલ છે અને એની પત્ની એનાં પિયરમાં જવા માટે કહે છે. તો પણ તે બેનને ભાડાના પૈસા આપતાં નથી અને તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપી ને હેરાન કરે છે.
પીડિતા બેનના લગ્ન જીવન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રેસ્ક્યુ ટીમ લીમખેડા સ્થળ પર પહોંચી અને પીડિતા બેનના પતિને કાયદાકિય અને સામાજીક જવાબદારી ભાન કરાવતા બેનના પતિએ પોતાની ભૂલને કબુલી હતી. અને હવે પછી હું મારી દીકરી ને અને મારી પત્ની ને હેરાન નહિ કરું અને અને એમને પિયર માં જતી નહિ રોકવા તેમજ બાળકોને પણ સારી રીતે રાખવા અને નશો નહીં કરવાની ખાતરી આપી હતી. અભયમ કાઉન્સેલરે પીડિતા બેનના પતિને લગ્ન જીવનની ગંભરતાપૂર્વક અને પારિવારિક જવાદારીઓથી વાકેફ કરી સામાજીક અને કાયદાકીય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના પતિએ પોતાની ભૂલને કબુલી હતી આમ લીમખેડાની અભયમની ટીમે બંન્ને પતિ પત્નિ વચ્ચે અસરકાર કાઉન્સિલીંગથી પારિવારીક ઝધડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતુ.