દાહોદમાં ધાર્મિક કાર્યક્રમમાં બખેડો: ટોળાના હુમલામાં પાંચ ઈજાગ્રસ્ત, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ધાર્મિક કાર્યક્રમમાં બખેડો: ટોળાના હુમલામાં પાંચ ઈજાગ્રસ્ત, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૦૨

દાહોદ શહેરમાં લઘુમતિ સમાજના સમુદાય પોતાના ધર્મગુરૂ બદલવા માટેના કાર્યક્રમમાં ભેગા થયાં હતાં. આ કાર્યક્રમમાં લઘુમતિ સમાજમાં અંદરો અંદરો થયેલ ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચકાતાં ૨૦ જેટલા ટોળાએ મારક હથિયારો સાથે પાંચ જેટલા વ્યક્તિઓ ઉપર હુમલો કરતાં પાંચેય વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી જ્યારે આ ધિંગાણના પગલે સમગ્ર વિસ્તાર તેમજ લઘુમતિ સમાજમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે ફ્રુટ માર્કેટમાં લઘુમતિ સમાજના ધર્મગુરૂ બદલવા બાબતે ગત તારીખ ૦૧ મેના રોજ સમાજના લોકો વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચર્ચા-વિચારણા દરમ્યાન વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ અને જેમાં દાહોદ શહેરમાં રહેતાં રઈશ વજીર સબજીફરોજ (કુંજડા), સાજીદ રઈશ સબજીફરોજ, સીરાજ રઈશ સબજીફરોજ, મુજીબ રઈશ સબજીફરોજ, અકરમ અબ્દુલ એ.જી. ફ્રુટ, ઈમરાન અનવર સબજીફરોજ, અકરમ ઉસ્માન સબજીફરોજ, ઈમરાન લુહાર, સાહીદ અનવર ઉજાડુ, રૂહુલઅમીન સુલેમાન પટેલ, અજીજબેગ વહીદબેગ મીર્ઝા, ઈરસાદ અનવર સબજીફરોજ, લીયાકત બાબુભાઈ કુંજડા, સોહેલ ઈદરીશ બરફવાલા, અનવર સબજીફરોજ (ભુટો), જુલ્ફીકાર સબજીફરોજ, સાહેલ લીયાકત સબજીફરોજ, સાહનવાઝ ઈકબાલભાઈ, સત્તાર ઉજાડુ અને જફર બાબુભાઈ એ.જી.ફ્રુટનાઓએ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાકડીઓ, પાઈપો તથા દંડાઓ જેવા મારક હથિયારો સાથે દોડી આવી, બેફામ ગાળો બોલી કાર્યક્રમમાં હાજર મોઈનુદ્દીન રૂકનુદ્દીન કાઝી, બદરૂદ્દીન મહેમુદમીયાં કાજી, અજરૂદ્દીન કાજી, વકારૂદ્દીન અમનુદ્દીન કાજી અને ઈકબાલ ઈસ્માઈલ સબજીફરોજને લાકડી, પાઈપો, દંડાઓ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ઉપરોક્ત ટોળુ નાસી ગયું હતું.

આ સંબંધે ઈજાગ્રસ્ત મોઈનુદ્દીન રૂકનુદ્દીન કાઝીએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————-

Share This Article