લીમખેડાના પીપળી ગામે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરી 2 જુગારીયાઓને ઝડપ્યા, 2 ફરાર
દાહોદ તા. 13
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પીપળી ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા 04 જુગારીઓ પૈકી 2 જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જ્યારે 2 જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી તેમજ ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતીમાંથી કુલ રૂા.11380/-ની રોકડ રકમ કબજે કરી હતી.
લીમખેડાના પીપળી ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પૈકી મનોજ જશવંત ભરવાડ, વિનુ નારણ ભરવાડને ઝડપી પાડ્યાં હતાં જ્યારે રાકેશ દલા ભરવાડ અને મહેશ રૂપસીંગ પટેલનાઓ પોલીસને ચકમો આપી નાસી ગયાં હતાં. પોલીસે સ્થળ પરથી તેમજ ઝડપાયેલ બે જુગારીઓની અંગ ઝડતી કરતાં કુલ રૂા.11380/-ની રોકડ રકમ કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.