બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી સાથે અપર પ્રાઈમરી શિક્ષક સંમેલન યોજાયું.*
સુખસર,તા.2
ફતેપુરા તાલુકાના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકો માટે શિક્ષક સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. મુખ્ય પ્રશ્નોમાં OPS, પૂરા પગારની શરૂઆતથી ઉચ્ચ પગાર ધોરણ તેમજ ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાવેશ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વિવિધ સંગઠનો સાથે વાતચીત કરી પ્રશ્નોના ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલ શિક્ષક સંમેલનમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર કરીને સૌને ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિમાં પોતાનું મહત્તમ યોગદાન આપવાની અપીલ કરી હતી.તેમજ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની સમસ્યાને વાચા મળે તે માટે સંમેલનનું આયોજન કરવામાં આવતા શિક્ષકોના હિતોની રક્ષા થશે તેવો વિશ્વાસ મળવાથી શિક્ષકોમાં ઉત્સાહ સાથે આનંદની લાગણી જોવા મળી હતી.
