દાહોદ જિલ્લામાં સુરક્ષા કડક: હોટલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ માટે કલેક્ટરનું જાહેરનામું અમલમાં

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં સુરક્ષા કડક: હોટલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ માટે કલેક્ટરનું જાહેરનામું અમલમાં

દાહોદ તા. ૧૧

દાહોદ જિલ્લા કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવા માટે હોટલ, ગેસ્ટહાઉસ, લોજ અને ધર્મશાળાઓ માટે ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

 

જાહેરનામા મુજબ તમામ હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોએ પોતાના ત્યાં રોકાતા દેશી તથા વિદેશી નાગરિકોની સંપૂર્ણ વિગતો રજિસ્ટરમાં નોંધવાની રહેશે. વિદેશી નાગરિકોના પાસપોર્ટ, વિઝા અને ઓળખ દસ્તાવેજોની નકલ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવાની રહેશે.

સાથે જ બહારના રાજ્ય અથવા દેશમાંથી આવતા લોકો અંગે ચોક્કસ માહિતી સ્થાનિક પોલીસ મથકમાં પહોંચાડવાની સૂચના પણ આપવામાં આવી છે. કોઈપણ સંચાલક આ આદેશનો ભંગ કરશે તો તેમના સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ જાહેરનામું દાહોદ જિલ્લાના સમગ્ર મેજિસ્ટ્રેટ હદ વિસ્તારમાં આગામી બે મહિના સુધી અમલમાં રહેશે. જાહેરનામાની અમલવારી માટે જિલ્લા પોલીસ તંત્રને અધિકૃત કરવામાં આવ્યું છે.

Share This Article