બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારી આશા વર્કર,આશા ફેસીલીટરના ઓને ઈન્શેન્ટીવના નાણાં માટે એક વર્ષથી ધરમ ધક્કા*
*આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા 50% ઇન્શેન્ટીવના નાણાં નહીં ચૂકવાય ત્યાં સુધી ફરજ ઉપર હાજર નહીં થઈ હડતાલ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારાઇ*
સુખસર,તા.13
ફતેપુરા તાલુકામાં સરકારી ખાતામાં સામાન્ય જગ્યા ઉપર ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓને જે-તે ખાતાના જવાબદારો દ્વારા કર્મચારીઓને મળવાપાત્ર રકમ સમયસર નહીં ચૂકવી અન્યાય કરવામાં આવતો હોવાની વાત સામાન્ય છે.અને તેવી જ રીતે તાલુકા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને મળવા પાત્ર ઇન્શેન્ટીવની રકમ છેલ્લા એક વર્ષ ઉપરાંત થી નહીં આપી અન્યાય કરવામાં આવતા આખરે ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દાહોદના ઓને રજૂઆત કરી પોતાને મળવા પાત્ર રકમ આપવામાં આવે તેમ જ આ રકમ વહેલી તકે ચૂકવી આપવામાં નહીં આવે તો પોતાની ફરજની કામગીરીથી વિમુખ રહી હડતાલનો માર્ગ અપનાવનાર હોવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગમાં કામ કરતા આશા વર્કર તથા આશા ફેસીલીટરને 50 ટકા ઇન્શેન્ટીવની રકમના નાણાં છેલ્લા એક વર્ષ ઉપરાંત નો સમય થવા છતાં નાણા આપવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે.જોકે દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આશા વર્કર તથા આશા ફેસીલીટરમાં ફરજ બજાવતી બહેનોને 50 ટકા ઈન્શેન્ટિવની રકમ ત્રણ માસ પહેલા ચૂકવી આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.ત્યારે ફતેપુરા તાલુકામાં આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને કયા નિયમો નડતરરૂપ થતાં આ રકમ ચૂકવવામાં આવતી નથી?ની ચર્ચા ઉઠવા પામેલ છે.
ઉલ્લેખનીય છે કે,ફતેપુરા તાલુકામાં ફરજ બજાવતા આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનો ને ઇન્શેન્ટીવના નાણાં નહીં ચુકવાતા આ કર્મચારીઓ દ્વારા 13 ઓગસ્ટ-24 થી જ્યાં સુધી આ નાણાં નહીં ચૂકવાય ત્યાં સુધી હડતાલ ઉપર ઉતારવા નિર્ણય લેવામાં આવ્યો હતો.અને જે બાબતે ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા દાહોદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી નાઓને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે,આ નિર્ણયથી આરોગ્ય લક્ષી કામગીરીમાં જે પણ નુકસાન થાય તેની તમામ જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પરંતુ આશા વર્કર,આશા ફેસીલીટર બહેનો દ્વારા જાણવા મળ્યા મુજબ હડતાલ શરૂ કરવાના દિવસથી જ ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર રજા ઉપર ઉતરી જતા હડતાલ મુકુફ રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.