
રાજેશ વાસવે :- દાહોદ
તાલુકાના ગઢોઈ ગામે એક નહીં પણ બે બે અનોખા વિવાહ થયા માત્ર 16 મિનિટમાં વિવાહ સંપન્ન..
દાહોદ તા. ૧૬
દાહોદ જિલ્લામાં લગ્ન ની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે પણ આજે તાલુકાના ગડોઈ ગામે એક નહી પણ બે બે અનોખા વિવાહ થયા હતા જેમા ન કોઈ બેન્ડ વાજા કે ડીજે હતા , ના કોઈ નાચ ગાન…ન ઘોડો કે ન કોઈ જમણવાર…બંને વરવાજા ને દુલ્હન હતા સંત રામપાલજી મહારાજ(હરીયાણા)ના શિષ્યો એમના લગ્ન મા સંત રામપાલજી મહારાજ નો સત્સંગ થયો અને પછી લગ્ન થયા ગુરુવાણી થી માત્ર ૧૬ મિનિટ મા વિવાહ સંપન્ન થયા હતા ન કોઈ દહેજ કે લેણદેણ માત્ર એક જોડી કપડાં મા બંને દુલ્હનો ને રાજીખુશીથી સાસરે વળાવી હતી એમને આ માટે પ્રેરિત કર્યા સંત રામપાલજી મહારાજે દેશભર ના સંત રામપાલજી મહારાજ ના યુવાન અનુયાયીઓ આ રીતે સાદાઈ થી કોઈ ખોટા ખર્ચા વગર જ પોતાના લગ્ન જીવન ની શરૂઆત કરી રહ્યા છે..