Saturday, 20/04/2024
Dark Mode

સીંગવડના હાંડી ગામેથી દાહોદ એલ.સી.બી એસ.ઓ.જી એ અધધ.. પોણા ત્રણ કરોડનો ગાંજો ઝડપી પાડ્યો:એક ઝડપાયો, અન્ય બે ફરાર

October 22, 2021
        1940
સીંગવડના હાંડી ગામેથી દાહોદ એલ.સી.બી એસ.ઓ.જી એ અધધ.. પોણા ત્રણ કરોડનો ગાંજો ઝડપી પાડ્યો:એક ઝડપાયો, અન્ય બે ફરાર

જીગ્નેશ બારીયા: -દાહોદ / કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડના હાંડી ગામથી કરોડો રુપિયાનો ખેતરમાં ઉગાયેલ ગાંજો ઝડપાયો:હાંડી ગામેથી પોલીસે 3 ખેતર મા વાવેતર કરેલો ગાંજો ઝડપી પાડયો સીંગવડના હાંડી ગામથી કરોડો રુપિયાનો ખેતરમાં ઉગાયેલ ગાંજો ઝડપાયો:હાંડી ગામેથી પોલીસે 3 ખેતર મા વાવેતર કરેલો ગાંજો ઝડપી પાડયો 

દાહોદ એસ.ઓ.જી અને એલ.સી.બી નુ સંયુક્ત ઓપરેશન ઝડપાયું:3 ખેતર માથી 2318 નંગ છોડ જેનો વજન 2745 કીલો 400 ગ્રામ ગાંજો ઝડપી પાડયો

3 ખેતર માંથી પોલીસે 2,74,54,000/- નો ગાંજો ઝડપી પાડયો:પોલીસે ખેતર માલીક 3 માથી એક ની ધરપકડ કરી અન્ય બે ફરાર:આરોપી વિક્રમ મછાર ની ધરપકડ કરી

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. બંન્ને બનાવોને પગલે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

 માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના વલુન્ડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી ઓક્ટોમ્બરના રોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ટ્રકની વધુ પડતી ઝડપને કારણે ટ્રક પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં ટ્રક હાઈવેની રેલીંગ તોડી ખાડામાં ટ્રક ઉતારી દેતાં અંદર સવાર મુકેશભાઈ રસલાભાઈડામોર (રહે.

 

 

કાળીમહુડી, જગા ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ સંબંધે કાળી મહુડી ગામે જગા ફળિયામાં રહેતાં વરસીંગભાઈ નારજીભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી ઓક્ટોમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ મોટરસાઈકલના ચાલક જવેરસીંગ સદીયાભાઈ પટેલ (રહે. પાણીયા, ફેક્ટરી ફળિયા, તા. લીમખેડા, જિ.દાહાદ) ને અડફેટમાં લેતાં જવેરસીંગભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોેળાયાં હતાં અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યા સારવાર દરમ્યાન જવેરભાઈનું મોત નીપજતાં આ સંબંધે પાણીયા ગામે ફેક્ટરી ફળિયામાં રહેતાં પર્વતભાઈ સદીયાભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!