Sunday, 06/07/2025
Dark Mode

ફતેપુરાના ડુંગર તેમજ સીંગવડના સાકરીયાપૂર્વ ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…

October 23, 2021
        1607
ફતેપુરાના ડુંગર તેમજ સીંગવડના સાકરીયાપૂર્વ ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા /કલ્પેશ શાહ સીંગવડ 

ફતેપુરા તાલુકાના ડુંગર ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો

સીંગવડ તાલુકાના સાતમા તબક્કાનો કાર્યક્રમનો સાકરીયા પૂર્વથી પ્રારંભ કરવામાં આવ્યો

સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરી ખુલ્લું મુકતા કલેકટર. શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવી

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ 97. 04 ટકા કામગીરી થયેલ હોવાનું જણાવતા કલેકટર શ્રી ડો.હર્ષિત ગોસાવી

ફતેપુરાના ડુંગર તેમજ સીંગવડના સાકરીયાપૂર્વ ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો...

સેવાસેતુ કાર્યક્રમમાં 1380 અરજીઓ મળેલ હતી તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ હતો

ફતેપુરા તા.23

ફતેપુરા તાલુકાના ડુંગર ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં આજરોજ સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન દાહોદ જિલ્લાના કલેકટરશ્રી હષિત ગોસાવીએ ખુલ્લુ મુકેલ હતું આ પ્રસંગે ફતેપુરા પ્રાંત કુલદીપ દેસાઈ મામલતદાર પી એન પરમાર

#paid pramotions Couples Creations :- vadodara 

તાલુકા વિકાસ અધિકારી જગત સિંહ ઠાકોર જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ ઉફૅ ટીનાભાઇ પારગી ડુંગર ના સરપંચ શ્રીમતી પુંજી બેન કનુભાઈ પારગી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જુદા જુદા ખાતાના અધિકારી-કર્મચારી ગણ તેમજ અરજદારો હાજર રહ્યા હતા કલેકટરશ્રી હષિત ગોસાઇએ સેવા સેતુ કાર્યક્રમ નો સરકાર શ્રી નો ઉદ્દેશ ઘર આંગણે મળતી વિવિધ સેવાઓનો વિશાલ પૂર્વક સમજણ આપી હતી તેમજ દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણની 97.04 ચાર ટકા થયેલ હોય ટૂંક સમયમાં સો ટકા કોરોના રસીકરણ ની કામગીરી પૂર્ણ થવાની આશા તેમજ ખાત્રી આપેલ હતી સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ અરજીઓ જેવીકે જાતિના દાખલા આવક ના દાખલા રેશનકાર્ડ માં નામ દાખલ કરવા રેશનકાર્ડ માં નામ કમી કરવા રેશનકાર્ડમાં નામ સુધારવા નવીન આધાર કાર્ડ આધારકાર્ડ માં સુધારા વધારા આરોગ્યલક્ષી ગુજરાત વિદ્યુતબોર્ડ લક્ષી સોગંદનામાં જેવી વિવિધ સેવાઓ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ તમામ સ્ટોલ ને કલેકટરશ્રીએ મુલાકાત લીધેલ હતી

 

ફતેપુરાના ડુંગર તેમજ સીંગવડના સાકરીયાપૂર્વ ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો...

સીંગવડ તાલુકાના સાતમા તબક્કાનો કાર્યક્રમનો સાકરીયા પૂર્વથી પ્રારંભ કરવામાં આવ્યો

સીંગવડ તાલુકાના સાકરીયા પૂર્વ પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ પ્રારંભ કરવામાં આયો તેમાં એક દિવસ અગાઉ સેવા સેતુ કાર્યક્રમ સિંગવડ તાલુકા વહીવટી તંત્રને જાણ થતા સાકરીયા પૂર્વ પ્રાથમિક શાળા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું તેમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર ઉપ- પ્રમુખ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સી. કે કિશોરી તાલુકા વિકાસ અધિકારી આર કે મકવાણા તથા તાલુકા પંચાયત સ્ટાફ નાયબ મામલતદાર સિંગવડ તથા સ્ટાફ cdpo સિંગવડ icds અધિકારી તાલુકા હેલ્થ ડો હિતેશ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી સરોજ ચૌધરી તાલુકા પંચાયત

ફતેપુરાના ડુંગર તેમજ સીંગવડના સાકરીયાપૂર્વ ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો...

સદસ્ય આર.ફ.ઓ. સિંગવડ સાકરીયા સરપંચ તલાટી કમ મંત્રીઓ સાકરીયા પ્રાથમિક શાળા સ્ટાફ તથા પોલીસ ના અધિકારી bank of baroda ના અધિકારી તથા આજુબાજુના ગામના બધા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર પ્રમુખ ઉપ પ્રમુખ માજી પ્રમુખ વગેરે દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ આવેલા મહેમાનો નું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી ટીડીઓ આર કે મકવાણા દ્વારા શબ્દોથી સ્વાગત તથા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આયુષ્માન કાર્ડ તથા શ્રમયોગી કાર્ડ યોગ્ય માહિતી આપવામાં આવી હતી અને સર્વેને આનો લાભ મળે તેના માટે બધાને માહિતગાર કરવા જણાવ્યું હતું જ્યારે ત્યાં સ્થળ પર જ આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ રેશન કાર્ડ નામ સુધારણા વિભાજન નવા રેશન કાર્ડ તથા રેશનકાર્ડમાં સિક્કા જાતિના દાખલા આવકના દાખલા આયુષ્માન કાર્ડ શ્રમયોગી કાર્ડ જ્યારે વિવિધ 56 પ્રકારની સેવાઓની વગેરે નું સ્થળ પર જ કામ કરવામાં આવ્યું હતું જ્યારે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો જ્યારે આ સવાર 10:00 થી સાંજના પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાળીયા રાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળ ની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી જ્યારે ત્યાંથી તારમી ગામે પણ સરકારી કામોની સમીક્ષા કરવામાં આવી હતી આ રીતે સેવા સેતુ કાર્યક્રમ શાંતિથી સંપન્ન થયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!