બાબુ સોલંકી :- સુખસર
સુખસર પોલીસ સ્ટેશનમાં 22 જાન્યુઆરી શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુલક્ષીને પીએસઆઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
સુખસર,તા.૨૦
અયોધ્યા ખાતે ૨૨ જાન્યુઆરી ભગવાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુલક્ષીને સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રામભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.જેમાં પ્રભાતફેરી,આતશબાજી,મહા આરતી, મહા પ્રસાદિ,રામધૂન જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
ત્યારે સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં કોઈ અનિચ્છનીય બનાવની ઘટના ધટે નહીં તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કાર્યક્રમ સંપન્ન થાય તે હેતુથી આજરોજ સુખસર પી.એસ.આઇ, જી.બી ભરવાડની અધ્યક્ષતામાં સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ કોમ,ધર્મના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી.તેમજ આ શાંતિ સમિતિની મિટિંગમાં પી.એસ.આઇ દ્વારા ભગવાન શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને હાલ સુખસર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઇ રહેલા કાર્યક્રમોમાં શાંતિ જાળવી રાખવા આહવાન કરવામાં આવ્યું હતું.અને જણાવ્યું હતું કે,સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કોમ ધર્મના લોકો ભાઈચારા થી રહી રહ્યા છે,તેવી જ રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થાય તેમાં સહકાર આપી સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉપસ્થિત લોકોને ઝીણવટ પૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.