દાહોદ દીવડાઓથી ઝળહળી ઉઠશે..
પ્રજાપતિ સમાજ દ્વારા ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને 2 દિવસ સુધી નિ:શુલ્ક માટીના દિવડાનુ વિતરણ કરાશે..
દાહોદ તા.20
અયોધ્યામાં નિર્માણ પામેલ ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની મન મોહક મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જે ઐતિહાસિક ફળના સાક્ષી બનવા માટે તેમજ તેમજ અયોધ્યામાં નિર્માણ પામેલ ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની મન મોહક મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જે ઐતિહાસિક ફળના સાક્ષી બનવા માટે તેમજ તેમજ સહભાગી થવા માટે દરેક વર્ગને સમાજના લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સહયોગ આપી રહ્યા છે ત્યારે દાહોદ શહેરના પ્રજાપતિ સમાજ દ્વારા જલારામ સેવા ટ્રસ્ટ, દાહોદના સહયોગથી શહેરવાસીઓને 51,000 માટીના દિવાઓનું નિશુલ્ક વિતરણ આજથી શરૂ કરવામા આવતા શહેરવાસીઓમા ખુશી જોવા મળી હતી.
ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન દાહોદ શહેરના લોકો પોતાના ઘર આગળ માટીના દિપક પ્રગટાવીને ભગવાન રામના વધામણા કરે તેવા શુભ આશયથી દાહોદ શહારના પ્રજાપતિ સમાજના 15 થી વધુ કારીગરોએ 51 હજારથી વધુ દિવડાઓ તૈયાર કર્યા છે, ભગવાન રામની સેવામા પ્રજાપતિ સમાજ દ્વારા આજથી શહેર મા અલગ અલગ જગ્યાએ સ્ટોલ લગાવી નિશુલ્ક માટીના દિવડાઓનુ વિતરણ શરુ કર્યુ છે, જે તારીખ 20 અને 21 એમ બે દિવસ સુધી આ નિશુલ્ક દિપડા વિતરણ કરવામા આવશેર શહેરના નગરપાલિકા ચોક તેમજ મંડાવ સર્કલ તેમજ જલારામ મંદિર ખાતેથી આજે સવારથી જ દિવડા વિતરણ કરવામા આવી રહ્યા છે, શહેરવાસીઓ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ દિવડાને લઈ જઈ રહ્યા છે, 22મી જાન્યુઆરીએ શહેરવાસીઓ જ્યારે આ દીવડાઓને પ્રગટાશે ત્યારે શહેર દિવડાની રોશની થી ઝળહળી ઉઠશે અને શહેરમા જાણે દિવાળી જેવો માહોલ જોવા મળશે.