બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરના ૩૫ વર્ષીય યુવાનને વડા તળાવ પાસે શિફ્ટ કાર-આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા મોત
સુખસર નો યુવાન શિફ્ટ કાર લઇ કુલદીપ કલાલ સુખસરથી સંતરામપુર તરફ જતા સમયે વડા તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો
સુખસર,તા.૧૦
આજરોજ સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં સુખસરનો યુવાન શિફ્ટ કાર લઇ સંતરામપુર તરફ કામ અર્થે જઇ રહ્યો હતો.તેવા સમયે સામેથી આવતા આઇસર ગાડીએ ઉભેલી શિફ્ટ કારને ટક્કર મારતા કારના એન્જિનનો ભૂક્કો બોલી ગયો હતો.સાથે કાર ચાલકને પગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક દાહોદ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના આફવા રોડ ખાતે રહેતા કુલદીપભાઈ પ્રવીણભાઈ કલાલ (ઉંમર વર્ષ આ.૩૫) નાઓ આજરોજ સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં શિફ્ટ કાર લઇ સંતરામપુર તરફ કામ અર્થે જઈ રહ્યા હતા.તેવા સમયે સામેથી આવતા આઇસર ટેમ્પાના ચાલકે બેફિકરાઈથી હંકારી લાવી વડા તળાવ પાસે રસ્તાની સાઈડમાં ઊભેલી શિફ્ટ કારને અડફેટમાં લેતા શિફ્ટ કારના એન્જિનનો ભુક્કો બોલી ગયો હતો.જ્યારે શિફ્ટ કાર ચાલક કુલદીપભાઈ કલાલને પગે તથા પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક દાહોદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત કુલદીપભાઈ કલાલનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. એક આશાસ્પદ જુવાન યુવાનનું મોત નીપજતા પરિવારમાં રોક્કળ સાથે શોકનું મોજુ ફરી વળ્યુ હોવાનું તેમજ સમાજ સહિત સુખસર ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે
ઉપરોક્ત બાબતે મૃતકના ભાઈ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા આ લખાય છે ત્યાં સુધી પોલીસ કાર્યવાહી ચાલુ હોવાનું અને પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ઉપર લઈ લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હોવાનું જાણવા મળે છે. લાશનું સોમવારના રોજ પી.એમ થનાર હોવાનું પણ જાણવા મળે છે.