ઈલિયાશ શેખ :-સંતરામપુર
સંતરામપુર સિવિલ કોર્ટમાં લોક અદાલત યોજાઈ…
સંતરામપુર તા. ૯
સંતરામપુરમાં આજરોજ સિવિલ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું વહેલી તકે કેસોનો નિકાલ થાય તેના હેતુથી લોક અદાલતની આયોજન કરાયું હતું આ લોક અદાલતમાં mvgcl રાષ્ટ્રકૃત બેંકો બીઓબી એસબીઆઇ યુનિયન બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આ તમામ બેન્કોમાં સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ બેંકો માંથી ધિરાણ દીધેલું હોય અને બેંકની અંદર સમય ભરપાઈ ના કરવાના કારણે તમામના કેસો નિકાલ કરવા જતા હોય છે અને બેંકના કેસો કોર્ટમાં દાખલ કરવામાં આવતા હોય છે મોટાભાગના લોકો બેંકો માંથી ધિરાણ લીધા પછી ભરપાઈ ના કરતા બેન્ડ દ્વારા નોટિસ આપીને લોન ધારકો ઉપર નોટિસ મોકલવામાં આવતી હોય છે અને કેસ કરવામાં આવતો હોય છે તેમ છતાં લોનની ભરપાઈ ના કરતા લોક અદાલતનું આયોજન કરીને બેંક દ્વારા વ્યાજ માફ કરીને મૂડી ભરવા માટેનો સૂચના આપતા હોય છે આ રીતે લોક અદાલતનું આયોજન કરીને કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે જ્યારે આજે મધ્ય ગુજરાત વીજ કંપનીના સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારોના નાણાં ન ચૂકવતા તેમનું કનેક્શન કાપીને કોર્ટમાં કેસ કરવામાં આવતો હોય છે આજે લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલો હતો અને 6 લાખ 10 હજાર રૂપિયા ના નાળા વસૂલાત કરવામાં આવેલા હત લોક અદાલત ના માધ્યમથી વહેલી તરીકે કેસોનો નિરાકરણ કરવામાં આવતો હોય છે.