
મહેન્દ્ર ચારેલ :- સીંગવડ
સિંગવડ તાલુકાના સિંગવડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકાના સિંગવડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સી કે કિશોરી જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ મહામંત્રી ભરતભાઈ ભાભોર તાલુકા વિકાસ અધિકારી સિંગવડ મામલતદાર સિંગવડ સરપંચ લખીબેન વહુનિયા કાર્યકર કરણભાઈ વણઝારા એન ડી પટેલ આરોગ્ય અધિકારી મુનિયા આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કર્મચારીઓ ગ્રામ સેવકો તથા ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા (આ કાર્યક્રમ 10:00 વાગે ચાલુ થવાનો હતો પરંતુ સાંસદ તથા ધારાસભ્ય કોઈ કારણસર લેટ આવતા કાર્યક્રમ 12 કલાકે ચાલુ કરવામાં આવ્યો હતો.) જ્યારે આ કાર્યક્રમ માં સાંસદ તથા
ધારાસભ્ય આવતા ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી શાળાની બાળકીઓ દ્વારા સાંસદ તથા ધારાસભ્યને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ફુલહારથી સ્વાગત કરી ને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાર પછી સાંસદ ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત સભ્યો સરપંચ સિંગવડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વગેરે દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો જ્યારે શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું તથા સૌ લોકોનું શાબ્દિક પ્રવચનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સાંસદ જશવંતસિંહ ભાભોર નું સ્વાગત તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું ત્યાર પછી ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર નું સ્વાગત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી દ્વારા ફુલહાર પહેરાવી સાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતુ આવેલા સૌ મહેમાનોનું પણ અધિકારીઓ દ્વારા બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી પ્રધાનમંત્રી મોદીની ગેરંટી રથયાત્રા માંથી પ્રધાનમંત્રી મોદીના કરેલા કામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેના કામો કરેલા ગેરંટી પણ આપવામાં આવી હતી જ્યારે સિંગવડ ગામ માં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી બેન દ્વારા પ્રધાનમંત્રી આવાસના પહેલા 30,000 નો ચેક પછી 50000 નો ચેક આપ્યો હતો અને તેનાથી તેને કાચું મકાનમાંથી પાકું મકાન બનાવ્યું હતું જ્યારે તેનો છેલ્લો ચેક રહ્યો હતો તે પણ આજરોજ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા તમામ લાભો ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને તેમને તેની જાણકારી આપવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ દર્દીઓના સ્થળ પર જ ચેકઅપ કરીને દવાઓ આપવામાં આવી હતી અને તેને લગતા લાભો પણ સ્થળ પર આપવામાં આવ્યા હતા સાંસદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામીણ સુધી બધા જ લાભો પહોંચાડવામાં આવે અને જેના લીધે ગરીબ તથા મધ્યમ લોકોને તેનો સીધો લાભ મળે અને તેમને ફાયદો થાય તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે કેન્દ્રને