#Dahod Live#
દાહોદ રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા DRM, અમૃત ભારત સ્ટેશન અંતર્ગત ચાલી રહેલા કામોની કરી સમીક્ષા..
રેલવે સ્ટેશન,સર્ક્યુલેટિંગ એરિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તેમજ રેલવે પ્રોડક્શન યુનિટની વિઝીટ કરી તાગ મેળવ્યો..
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના આગમન પૂર્વે DRM ની ઓચિંતી વીઝીટથી દોડધામ મચી.
દાહોદ તાં.01
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે.તો 20,000 કરોડના ખર્ચે 9000 એસપીના લોકોમોટીવ એન્જીન કારખાના( રેલવે પ્રોડક્શન યુનિટ)નું કામ પણ સીમન્સ કંપની દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. તમામ કામોની સાઈટ વિઝીટ તેમજ સમીક્ષાના ભાગરૂપે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રતલામ મંડળમાં ઇન્સ્પેક્શનમાં આવતા હોય તેઓ
દાહોદ ખાતે ચાલી રહેલા તમામ પ્રકલ્પોની મુલાકાત લેવાના હોવાથી તેઓની આગમનની તૈયારીના ભાગરૂપે આજરોજ રતલામ મંડળના ડી.આર.એમ રજનીશકુમાર ઓચિંતા દાહોદની મુલાકાતે આવ્યા હતા. સવારે 11:00 વાગ્યા ના સુમારે પોતાના સલૂન મારફતે દાહોદ આવેલા ડીઆરએમએ રેલવે સ્ટેશન પર આવેલી તમામ ઓફિસો તેમજ અમૃત ભારત સ્ટેશન અંતર્ગત ચાલી રહેલા કામોની સમીક્ષા કરી ચાલી રહેલા સામોનો સ્ટેટસ મેળવવા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ સલગ વિભાગના અધિકારીઓ પાસેથી તાગ મેળવ્યો હતો. તેઓએ, સ્ટોર રૂમ, સિનિયર સેક્શન એન્જિનિયર (પાવર), સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સર્ક્યુલેટિંગ એરિયા, પાર્સલ ઓફિસ સહીતના સ્થળોની મુલાકાત લઇ કામ કરનાર એજન્સી તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિવ્યુ લીધા હતા.ત્યારબાદ તેઓ સિમેન્સ કંપની દ્વારા નિર્માણાધિન રેલવે પ્રોડક્શન યુનિટ ની મુલાકાત લીધી હતી. અને ત્યાં શું સ્ટેટસ છે.
અંગે અધિકારીઓ પાસેથી રીવ્યુ લીધા હતા. ત્યારબાદ પરત રેલવે સ્ટેશન ખાતે આવેલા ડીઆરએમએ પોસ્ટ ઓફિસ, આરપીએફ કાર્યાલય, તેમજ નિર્માણાધિન પ્લેટફોર્મ નંબર 4, નિર્માણાધિન FOB સહીતના ચાલી રહેલા કામોની સાઈડ વિઝીટ કરી જીએમ ના આગમન પૂર્વે તેઓના આગમનની તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ પરત પોતાના સલૂન મારફતે રતલામ જવા માટે રવાના થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદની મુલાકાત દરમિયાન તેઓએ કેટલાક સ્થળે અધિકારીઓને ટકોર કરી,દિશાનિર્દેશ પણ કર્યા હતા.તો કેટલાક કામો અંગે ડી.આર.એમ કાર્યાલય તરફથી કરવામાં રહેતી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા બાહેધરી આપી હતી.