Saturday, 18/01/2025
Dark Mode

મરણ પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારનો માળો વિખેરાયો:એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતથી ગમગીની

October 25, 2024
        5661
મરણ પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારનો માળો વિખેરાયો:એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતથી ગમગીની

રાજેશ વસાવે :- દાહોદ 

મરણ પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારનો માળો વિખેરાયો:એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતથી ગમગીની..

રાજસ્થાનના શિરોહી નજીક નેશનલ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માતમાં દાહોદના એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા..

એક જ પરિવારના પતિ પત્ની,પુત્રવધુ,પૌત્ર તેમજ પિતરાઈ ભાઈ સહિત પાંચ વ્યક્તિઓના મોત. M

ટાયર ફાટતા બેકાબુ બનેલી ગાડી ડિવાઈડર કુદી રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં ખાબકતા કરુણાતીકા સર્જાઈ. 

દાહોદ તા. 24

મરણ પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારનો માળો વિખેરાયો:એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતથી ગમગીની

રાજસ્થાનના ફલોદી ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા લીમખેડાના એક પરિવારને રાજસ્થાનના શિરોહી નજીક નેશનલ હાઇવે નંબર 62 ઉપર ભયાનક માર્ગ અકસ્માત નડ્યો હતો.જેમાં ફલોદી તરફ પૂરપાટ જઈ રહેલી ફોરવીલર ગાડી નો આગળનો ટાયર ફાટતા બેકાબુ બનેલી ફોરવહીલ ગાડી ડિવાઈડર કુદી રોડની બીજી બાજુ આવેલા પાણી ભરેલા નાળામાં ખાબકી હતી.જેમાં એક જ પરિવારની બે મહિલા બે પુરુષ એક બાળક સહિત પાંચ લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.જોકે આ માર્ગ અકસ્માતમાં પરિવારની એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનનો રહેવાસી અને છેલ્લા 40 વર્ષથી દાહોદમાં વસવાટ કરતા આ રાજસ્થાની પરિવારને નડેલા ભયંકર અકસ્માત પરિવારનો માળો વિખેરાઈ જતા દાહોદ સહિત તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

મરણ પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારનો માળો વિખેરાયો:એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતથી ગમગીની

 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરી શ્રીરામ હોટલ નામક સંસ્થાન ચલાવતા અને રાજસ્થાનના જોધપુર ફલોદી ખાતેના રેહવાસી પ્રતાપ કાંતિલાલ ભાટી, ઉંમર વર્ષ 50 તેમજ તેમની પત્ની ઉષા પ્રતાપ ભાટી, તેમની પુત્ર વધુ પુષ્પા જગદીશ ભાટી ઉંમર વર્ષ 25 તેમજ 11 મહિનાનો પૌત્ર આ શું જગદીશ ભાટી તથા તેમના જ પરિવારના લીમડી ખાતે રહેતા રમેશ ઉર્ફે પ્રેમરામ ભાટી તેમજ તેમની પત્ની શારદા રમેશ ભાટી ઉંમર વર્ષ 50 નાઓ પોતાના કબજા હેઠળની GJ-18-AC-5239 નંબરની swift dzire ગાડી લઈને જોધપુર નજીક ફલોદીના ખારાગાવ ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા ગઈકાલે રવાના થયા હતા. ત્યાં રસ્તામાં આજરોજ વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં સિરોહી નજીક નેશનલ હાઇવે નંબર 62 ઉપર સરણેશ્વર મંદિર તેમજ પુલ નજીક ગાડીનું ટાયર ફાટતા ગાડી બેકાબુ બની હતી. અને ડિવાઈડર કુદીને રોડની બીજી બાજુ આવેલા પાણી ભરેલા નાળામાં ખાબકતા ગાડીમાં સવાર છ વ્યક્તિઓ પૈકી બે પુરુષો બે મહિલાઓ તેમજ એક બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.જ્યારે એક માત્ર 50 વર્ષીય મહિલાનુ બચાવ થયો છે. હાલ ઇજાગ્રસ્ત આ મહિલા શિરોહીના હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

*ઘટના બાદ કલેકટર એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડયા..*

મરણ પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારનો માળો વિખેરાયો:એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોતથી ગમગીની

 વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવાર ના પાંચ વ્યક્તિઓના મોતના પગલે નેશનલ હાઇવે પર અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતા કલેકટર અલકા ચૌધરી, એસપી અનિલ બેલીવાલ, ડીએસપી મુકેશ ચૌધરી, મામલતદાર જગદીશ બિશ્નોઈ, સીઓ મુકેશ ચૌધરી ડિયો કૈલાસ નાથન, તેમજ કેલાશ ચારેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મરણ જનાર પરિવારજનોના મૃતકોને ગાડીમાંથી બહાર કાઢી પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો..

 *મરણજનાર પાંચેય વ્યક્તિઓની અંતિમવિધિ ખરાગાવ મુકામે આવતીકાલે થશે.*

 નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે પુરુષો બે મહિલાઓ તેમજ એક બાળક સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાં બાદ આજરોજ સરકારી હોસ્પિટલમાં તેમના પીએમ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને મૃતદેહોને કરવામાં આવ્યા છે જ્યાં ઉપરોક્ત પરિવારજનોની હાજરીમાં આવતીકાલે પાંચે વ્યક્તિઓની સાગમટે અંતિમ વિધિ તેમના માદરે વતન ખારીગાવ ખાતે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!