
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નકલી એન એ પ્રકરણમાં પોલીસની મોટી કાર્યવાહી, ત્રણ જુદી જુદી ફરિયાદોમાં 33 ઈસમો સામે નામજોગ ગુનો દાખલ થતા ખળભળાટ
જમીન કૌભાંડમાં દાખલ થયેલી ફરિયાદોમાં DDO માં 14 કલેકટરના 3 તેમજ પ્રાંતના 2 બોગસ હુકમોનો સમાવેશ
દાહોદ/25
દાહોદના બોગસ બીન ખેતી પ્રકરણમાં પોલીસ તંત્ર દ્રારા જુદા જુદા રેવન્યુ સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારને આર્થિક નુકશાન કરી સરકાર સાથે છેતરપિંડી કર્યા હોવાના બનાવમાં ત્રણ જુદી જુદી દાખલ થયેલી ફરિયાદોમાં સાત મહિલાઓ સહીત 33 ઈસમો સામે નામજોગ ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ઉપરોક્ત ઈસમોએ વિવિધ સર્વે નંબરોમાં DDO કચેરીના 14 SDM કચેરીના 3 તેમજ કલેક્ટર કચેરીના ત્રણ મળી કુલ 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે
*13 ઈસમોએ DDO ના NA તેમજ 73AA ના બોગસ હુકમોના આધારે સીટી સર્વેમાં એન્ટ્રી પડાવી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા..*
દાહોદના નકલી એન એ પ્રકરણમાં દાહોદના આઠ જણા સહિત કુલ 13 જણા વિરુદ્ધ જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દાહોદના મન્નાનભાઈ તાહેરભાઈ જીનીયા, નલવાયા રતનસિંહ લુણાજી, મોઢિયા મીઠાલાલ માણેકલાલ, સૈફુદ્દીનભાઈ નોમાનભાઈ જીરુવાલા, નિલેશકુમાર ગંભીરસિંહ બળદવાળ, સુલેમાન બેલીમ જામદરખા,નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા, કાળીયાભાઈની વિધવા દુખલીબેન, રળીયાતીના માવી દિનેશભાઈ દિતિયાભાઈ, નસીરપુરના કતીજા હુમલાભાઈ કરસનાભાઈ, મંડાવાવ ગામના નલવાયા રાયસીંગભાઈ કુંવરાભાઇ, ખરોડ ગામના મોતિયાભાઈ સુરપાલભાઈ નીનામા તથા રામપુરા ગામના બદલીબેન માતરાભાઈ મુણીયા વગેરે એ તારીખ 13-7- 2009 થી તારીખ 28-12-2018 ના સમયગાળા દરમિયાન દેલસરની રેવન્યુ સર્વે નંબર 35/1/5 પૈકી /3, દાહોદની સીટી સર્વે નંબર 1613/1 દાહોદનો રેવન્યુ સર્વે નંબર 574 દેલસરનો રેવન્યુ સર્વે નંબર 50/1 દાહોદનો રેવન્યુ સર્વે નંબર ( 31/2,) (31/10 ) કતવારાનો રેવન્યુ નંબર 100 બોરવાનીનો રેવન્યુ સર્વે નંબર 142 દાહોદનો રેવન્યુ સર્વે નંબર 449/ પૈકી/1 તેમજ રેવન્યુ સર્વે નંબર 450/1 નસીરપુરનો રેવન્યુ સર્વે નંબર 48/2 મંડાવનો રેવન્યુ સર્વે નંબર 251 ખરોડનો રેવન્યુ સર્વે નંબર 301/106 રામપુરાનો રેવન્યુ સર્વે નંબર 20 દાહોદનો રેવન્યુ સર્વે 97/પૈકી 83 વાળી જમીનોમાં બોગસ બીન ખેતી તેમજ 73AA ના બનાવટી હુકમો તૈયાર કરી તેને સાચા તરીકે વિવિધ કચેરીઓમાં ઉપયોગ કરી સરકારને આર્થિક નુકશાન પહોંચાડ્યા હોવાનું સામે આવતા ઉપરોક્ત દાહોદના આઠ ઈસમો સહીત કુલ 13 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો
*લેન્ડ માર્ક હાઈરાઇઝ બિલ્ડીંગવાળી જમીનમાં સોસાયટીના સભ્ય તરીકે મહિલાનું નામ દાખલ કરવા પ્રાંતનો બનાવટી હુકમ સામે આવ્યું.*
દાહોદની બહુચર્ચિત લેન્ડ માર્ક હાઈરાઈઝ બિલ્ડીંગમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલી છે અને ડેવલોપર તરીકે આ બિલ્ડીંગમાં કામ કરનાર સૈશવ પરીખ બોગસ બીન ખેતી પ્રકરણમાં જેલવાસો ભોગવી રહ્યા છે જેમાં આખરે એક મહિલા સહીત ત્રણ ઈસમો સામે ફોજદારી ગુનો દાખલ થવા પામ્યો છે ઉપરોક્ત જમીન સીટી સર્વે 1601/1 1601/1અ/6 વાળી જમીનમાં શહેરના ગોધરારોડ ભાગોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્ત કેશવલાલ શાહ શ્રીકાંત શાહ તેમજ દીનાબેન શ્રીકાંત શાહ એમ ત્રણેય જણાએ પોતાના મળતીયાઓ સાથે તારીખ 20/5/2017 થી તારીખ 14/7/2022 ના સમયગાળા દરમિયાન પ્રાંત અધિકારીનો બોગસ હુકમ ઉભો કરી સર્વે નંબર 1601/અ/6 માં 783.75 ક્ષેત્રફળ પૈકી 129.3750 ચોરસ મીટર જમીનમાં ભાગ્યોદય કો ઓપરેટીવ સોસાયટી દાહોદના સભ્ય બીનાબેન શાહનું નામ દાખલ કરવા ખોટો બનાવટી હુકમ બનાવ્યો અને તેને સાચા તરીકે સીટી સર્વે કચેરીમાં ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી આ મિલકતને બારોબાર વેચાણ કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડ્યું હોવાનું સામે આવતા ઉપરોક્ત ત્રણેય ઈસમો સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
*એક જ પરિવારના ત્રણ સભ્યોએ મળતીયાઓ દ્વારા પ્રાંતના બોગસ હુકમના આધારે 2.86 કરોડના પ્રીમિયમની ચોરી કરી.*
દાહોદના બહુચર્ચિત બોગસ NA પ્રકરણમા દાહોદ કસ્બાની જુની ચંદન તલાવડીની આગળના ભાગે આવેલાં રેવન્યુ સર્વે 724 સીટી સર્વે નંબર 1618 માં મોટા ઘાંચીવાડા વિસ્તારના કૈયા યુસુફ મોહમ્મદ સફી, કૈયા ઈબ્રાહીમ મોહમ્મદ સફી તેમજ કૈયા સુલેમાન મોહંમમદ સફી એમ ત્રણેય જણાએ અન્ય મળતીયાઓ ઈસમો સાથે ભેગા મળી પુર્વ આયોજિત કાવત્રરાના ભાગરૂપે તારીખ 12/05/2016 થી તારીખ 04/12/2020 ના સમયગાળા દરમિયાન 3293 ક્ષેત્રફળ વાળી જમીનમાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીના 15 / 05/ 2016 નો બોગસ હુકમ બનાવી તેને સાચા તરીકે સીટી સર્વે કચેરીમાં ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારને 2,86,47,450 કરોડ રૂપીયાના સરકારના પ્રીમિયમની ચોરી કરી સરકાર જોડે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો સામે ફોજદારી ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે
*દાહોદમાં સાત મહિલા સહિત 14 ઈસમોએ બનાવટી હુકમના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા..*
દાહોદમાં બિનખેતીના ખોટા હુકમો બનાવડાવીને તેનો સાચા તરીકે દાહોદ કલેકટર કચેરી ખાતે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડનારા દાહોદના સાત મહિલા સહિત કુલ ૧૪ જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના કૃષ્ણકાંત દુર્લભદાસ ગાંધી, નૂરજહાં અસલમ પટેલ, ભારતીબેન કૃષ્ણકાંત ગાંધી, રાજેશ કુમાર કૃષ્ણકાંત ગાંધી, બિલાલ વલીભાઈ પટેલ, સઈદ વલીભાઈ પટેલ, ફિરોજ વલીભાઈ પટેલ, રુકસાના વલીભાઈ પટેલ, નૂરજહાં વલીભાઈ પટેલ, ફાતેમા સલીમ પટેલ, તૌફીક સલીમ પટેલ, હીના સલીમ પટેલ, નરગીસ સલીમ પટેલ તથા જાદરખા રાજબખા બેલીમ એમ કુલ ૧૪ જણાએ તારીખ 19-11-1974 થી તારીખ 3-4-2018 ના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી રેવન્યુ સર્વે નંબર 769/3/1 તેમજ 769/3/2 તેમજ 797/1 તથા રેવન્યુ સર્વે નંબર 554 પૈકી 1 554 પૈકી 2 તેમજ 554/3 વાળી જમીનમાં બીન ખેતીના ખોટા હુકમો બનાવી તેને સાચા તરીકે પ્રસ્થાપિત કરી સરકારી કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવતા આ સંબંધે દાહોદ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી આરએચ શેખે દાહોદ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે દાહોદના સાત મહિલા સહિત કુલ ૧૪ જણા વિરુદ્ધ ઇપીકો કલમ 406,420,465,467,468,471,34,120(બી) મુજબ ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે