Saturday, 27/07/2024
Dark Mode

નકલી કચેરી કૌભાંડ મામલો, પોલીસ તપાસ માટે SIT ની રચના..  જિલ્લા દાહોદ જિલ્લા પંચાયત નાની સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેરની ધરપકડથી ખળભળાટ..

November 30, 2023
        657
નકલી કચેરી કૌભાંડ મામલો, પોલીસ તપાસ માટે SIT ની રચના..   જિલ્લા દાહોદ જિલ્લા પંચાયત નાની સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેરની ધરપકડથી ખળભળાટ..

# દાહોદ લાઈવ #

નકલી કચેરી કૌભાંડ મામલો, પોલીસ તપાસ માટે SIT ની રચના..

જિલ્લા દાહોદ જિલ્લા પંચાયત નાની સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેરની ધરપકડથી ખળભળાટ..

પોલીસે કાર્યપાલક ઈજનેરને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા.

પોલીસે સરકાર પાસે ખાસ સરકારી વકીલ, સરકારી ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની માંગણી કરી.

નાણાના લોભે ભ્રષ્ટ અધિકારીઓએ નિયમોને તાગ પર મૂકી ડિવિઝન ઓફિસને બાયપાસ કરી…

દાહોદ તાં.30

દાહોદ જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં નિવૃત્ત IAS અધિકારી બીડી નિનામાની ધરપકડ બાદ પોલીસની તપાસ વેગવંતી બની છે.સમગ્ર કચેરી પ્રકરણમાં દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિઘરાણી હેઠળ એ એસપી કે સિદ્ધાર્થના માર્ગદર્શનમાં એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે.આ આ ટીમો સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી રહી છે.

નકલી કચેરી કૌભાંડ મામલો, પોલીસ તપાસ માટે SIT ની રચના..  જિલ્લા દાહોદ જિલ્લા પંચાયત નાની સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેરની ધરપકડથી ખળભળાટ..

નિવૃત IAS અધિકારી અને તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નીનામાના રિમાન્ડ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા હોય તેમ દાહોદ પોલીસ એક પછી એક હવે અધિકારીઓની ધરપકડનો દોર શરૂ કરી દીધો છે..ગઈકાલે પ્રાયોજના વહીવટદાર કચેરીના તમામ ટેબલના કર્મચારીઓ તેમજ અધિકારીઓને રાઉન્ડ અપ કરી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ઓફિસે લાવવામાં આવ્યા હતા.જ્યાં તમામના એક પછી એક નિવેદનો લેવામાં આવ્યા હતા. અને સાંજ પડતા પડતા તો દાહોદ પોલીસે જિલ્લા પંચાયતમાં નાની સિંચાઈ શાખામાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઈશ્વર કોલચાની ધરપકડ કરતા વહીવટી તંત્રમાં સ્તબ્દતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે સાંજે ધરપકડ કરાયેલા કાર્યપાલક ઇજનેર ઈશ્વર કોલચાની આજે વહેલી સવારથી પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.અને આજ સાંજે દાહોદ પોલીસે કસ્ટડીમાં લીધેલા ઈશ્વર કોલચાને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતીજેમાં નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જોકે આ સમગ્ર પ્રકરણમાં દાહોદ પોલીસ ખૂબ જ ગુપ્ત રીતે તલસ્પર્શી તપાસ હાથ ધરી રહી હોય તેમ ગઈકાલે દિવસ દરમિયાન એલસીબી ઓફિસ સતત ધમધમથી જોવા મળી હતી. પોલીસની જુદી જુદી ટીમના અધિકારીઓ SP ડો. રાજદીપસિંહ ઝાલા, એએસપી સહિતના તમામ અધિકારીઓની એલસીબી ઓફિસમાં સતત અવર-જવર જોવા મળી હતી.હવે દાહોદ પોલીસ તબક્કાવાર જેમ જેમ તપાસનો દોર લંબાવતો જઈ રહી છે.તેમ તેમ સમગ્ર પ્રકરણમાં સડોવાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફરતે ગાળીઓ વધુને વધુ કસાતો જોવા મળી રહ્યો છે.પોલીસે અત્યાર સુધીમાં સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ અબુ બકર,પ્રકરણમાં સામેલ અંકિત સુથાર,નકલી કાર્યપાલક એન્જિનિયર સંદીપ રાજપુતની પહેલાથી ધરપકડ કરી લીધી હતી.અને તેઓના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.જે બાદ બે દિવસ અગાઉ નિવૃત્ત iAS અધિકારી તેમજ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં નકલી કચેરી બનાવી 100 કામોમાં 18 કરોડ ઉપરાંતનો કૌભાંડ આચરવામાં આવ્યું છે.જેની તપાસ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ની સીધી નિગ્રાણી હેઠળ SIT કરી રહી છે. જોકે હવે આવનારા સમયમાં જેમ જેમ તપાસની ત્રિજ્યા વધુ ફેલાતી જશે.તેમ તેમ પ્રકરણમાં સામેલ અધિકારીઓ કર્મચારીઓની આવનારા સમયમાં ધરપકડના ભણકારા જોવા મળી રહ્યા છે.

દાહોદ પોલીસે સરકાર પાસે ખાસ સરકારી વકીલ અને સરકારી ઓડિટર તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ ની માંગણી કરી.

સમગ્ર કૌભાંડમાં તલસ્પર્શી તપાસ અને કોભાંડીઓની શું મોડસ ઓપરેનડી રહી હતી તેના માટે દાહોદ પોલીસ દ્વારા સરકાર પાસે ખાસ સરકારી વકીલ અને સરકારી ઓડિટર તરીકે ચાર્ટડ એકાઉન્ટન્ટની માંગણી પણ કરવામાં આવી છે.ત્યારે હાલ તો માત્ર ઇરીગેશનના જ કેસો હજી બહાર આવવા પામ્યા છે. જો વધુ તપાસમાં છેડો ક્યાં ક્યાં અન્ય વિભાગો સુધી પહોંચશે તે મહત્વનું બની રહેશે.

પોલીસ તપાસમાં હજુ બે થી ત્રણ ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારીઓ ઝપટમાં આવવાની આશંકા..

આજે તો આજે તો નાયબ કાર્યપાલક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે અને અને જાણવા મળ્યા મુજબ હજુ બે થી ત્રણ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ ઝપટમાં આવે તેવી આશંકાઓ પણ અસ્થાને નથી.કૌભાંડકારીઓ તો ઠીક પણ લોભે લખણ જાય ના ન્યાયે જે તે અધિકારીએ પણ આખો કેમ ખુલ્લી ના રાખી તે મહત્વનું બની રહ્યું છે.

 નાણાના લોભે ભ્રષ્ટાચારી બાબુઓએ સરકારી ધારાધોરણોને તાગ પર મૂકી ડિવિઝન ઓફિસને બાયપાસ કરી..

પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવેલી વિગતોનુંસાર જે તે ઓર્ડર ડિવિઝન ઓફિસથી સબ ડિવિઝન ઓફિસ સુધી પહોંચાડવામાં આવતો હોય છે. પરંતુ નાણાંના લોભ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા અધિકારીઓએ સરકારી ધારાધોરણોને તાક પર મૂકી આખે આખી ડિવિઝન ઓફિસને બાયપાસ કરી આ કૌભાંડ આચાર્યો હોવાનું બહાર આવતા સમગ્ર સરકારી તંત્ર પણ ચોકી ઉઠ્યું છે.હવે SIT નું ગઠન સંયોગિક પુરાવા, અને વૈજ્ઞાનિક ઢબથી તપાસમાં કેટલાનો ભોગ લે છે તે પણ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!