Thursday, 28/03/2024
Dark Mode

રામ રાખે તેને કોણ ચાખે… દાહોદમાં એસટી બસને ઓવરટેક કરવા જતા મોટરસાયકલ ચાલક યુવક એસટી બસની નીચે આવ્યો: બાઈક ચાલકનો સદ્નસીબે આબાદ બચાવ..

રામ રાખે તેને કોણ ચાખે… દાહોદમાં એસટી બસને ઓવરટેક કરવા જતા મોટરસાયકલ ચાલક યુવક એસટી બસની નીચે આવ્યો: બાઈક ચાલકનો સદ્નસીબે આબાદ બચાવ..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

રામ રાખે તેને કોણ ચાખે… દાહોદમાં એસટી બસને ઓવરટેક કરવા જતા મોટરસાયકલ ચાલક યુવક એસટી બસની નીચે આવ્યો: બાઈક ચાલકનો સદ્નસીબે આબાદ બચાવ..

દાહોદ તા.૧૩

 

 

રામ રાખે તેને કોણ ચાખેની પંક્તિ સાર્થક કરતો કિસ્સો કહોકે ઘટના જે દાહોદ શહેરમાં સામે આવ્યો છે અને આ ઘટનાને પગલે લોકોના રૂવાડા પણ ઊભા કરી નાખ્યાં છે. દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે રોડ પર સ્માર્ટ સીટીના બોર્ડની આગળના રસ્તા પર એક એસ.ટી. બસને ઓવરટેક કરવા જતાં એક મોટરસાઈકલનો ચાલક મોટરસાઈકલ સાથે એસ.ટી.બસની આગળ આવી ગયો હતો અને જાેતજાેતામાં એસ.ટી. બસની નીચે મોટરસાઈકલ સવાર યુવાન આવી ગયો હતો પરંતુ એસ.ટી.બસની નીચેથી હેમખેમ યુવાન બહાર નીકળી ગયો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડીયમાં એટલો વાઈરલ થઈ રહ્યો છે કે, સૌ કોઈના રૂવાડા ઉભા કરી નાંખ્યાં છે.

 

દાહોદ શહેરની અંદર પ્રવેશતાંની સાથે જ ગોધરા રોડથી લઈ ઝાલોદ તરફના હાઈવે માર્ગ માર્ગ પર સ્માર્ટ સીટીના બોર્ડ સાથે એન્ટ્રી પ્રવેશ દ્વારા છે. ગતરોજ તારીખ ૧૩મી સપ્ટેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યાના આસપાસ દાહોદમાં પ્રવેશ કરતી એક એસ.ટી.બસ પસાર થઈ રહી હતી. આ સમયે એસ.ટી. બસની પાછળ એક મોટરસાઈકલ પર સવાર યુવાન પણ પ્રવેશ કરી રહ્યો હતો અને એસ.ટી.બસને ઓવરટેક કરી આગળ જવાનો પ્રયત્ન કરતાં જાેત જાેતામાં મોટરસાઈકલ એસ.ટી.બસની આગળના ભાગે ઘુસી ગઈ હતી. મોટરસાઈકલ સવાર પણ એસ.ટી.બસની અંદર નીચેના ભાગે તોતિંગ પૈડાની સાઈડમાં ઘુસી ગયો હતો ઘટનાને પારખી જઈ એસ.ટી.બસના ડ્રાઈવરે જાણે એસ.ટી.બસને બ્રેક મારી હતી અને થોડીજ વારમાં મોટરસાઈકલ સવાર ચાલક એસ.ટી.બસની નીચેથી હેમખેમ નીકળી ગયો હતો. એકક્ષણે એવું પણ લાગતું હતું કે, મોટરસાઈકલ ચાલકની જીવ ઘટના સ્થળેજ જતો રહેશે પરંતુ રામ રાખે તેને કોણ ચાખે જેવી કહેવતે આજે પોતાની પંક્તિ સાર્થક કરી હતી. મોટરસાઈકલનો ચાલક હેમખેમ એસ.ટી.બસની નીચેથી નીકળી ગયો હતો. થોડીવારમાં અહીંથી પસાર થતાં અન્ય વાહન ચાલકો પણ આ ઘટનાને જાેઈ સ્તબ્ધ બની ગયાં હતાં અને મોટરસાઈકલના ચાલકની મદદે પહોંચી ગયાં હતાં. આ સમગ્ર ઘટના હાઈવે રસ્તાના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતાં અને વાયુવેગે દાહોદ જિલ્લાના સોશિયલ મીડીયમાં ફેલાઈ જતાં સૌ કોઈના જીવ આ વાઈરલ વિડીયો જાેઈ એકક્ષણે તાળવે ચોંટી ગયાં હતાં.

————-

error: Content is protected !!