
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ફતેપુરા તાલુકાના ખાતરપુરા ગામનો અને અમદાવાદ મધ્યસ્થ જેલનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર થતા ગુનો નોંધાયો
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગામના પાકા કામનો કેદી અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયાં બાદ પરત જેલમાં હાજર નહીં થતાં આ મામલાની જાણ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પોલીસને જાણ કરાતાં પોલીસે આ મામલે કેદી વિરૂધ્ધ ગુનો નોંધી તેને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યાં છે.
ખાતરના મુવાડા ગોમ રહેતો પાકા કામનો કેદી શૈલેષભાઈ પારસીંગભાઈ ભાભોર અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતેથી આ કેદીના ગુજરાત હાઈકોર્ટના હુકમના સંદર્ભના દિન – ૨૧ના પેરોલ મંજુર તથા દિન – ૦ના વધારા સાતએ કુલ ૨૧ દિવસ માટે તારીખ ૦૩.૦૪.૨૦૨૧ના રોજ મધ્યસ્થ જેલ અમદાવાથી પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો અને તારીખ ૨૫.૦૪.૨૦૨૧ના રોજ પરત અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ પાકા કામનો કેદી શૈલેષભાઈ પારસીંગભાઈ ભાભોર પેરોલ પુરા થતાં આજદિન સુધી હાજર નહીં થતાં આ મામલે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ મથકે જાણ કરાતાં પોલીસે આ પાકા કામના કેદી વિરૂધ્ધ ગુનો નોંધી તેને શોધી કાઢવા પ્રયાસો હાથ ધર્યાં છે.
————