બાબુ સોલંકી :- સુખસર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા – દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકના ખૂંટા અને લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
સુખસરતા.૨૩
દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ફતેપુરા અને લીમખેડા તાલુકાના ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એ ભાગ લઈ અને વિકસિત ભારત સંકલ્પ લીધો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જાણકારી આપવમાં આવી હતી. જેમાં પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસાર સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS, PMJAY, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોનો સુખદ અનુભવ વ્યક્ત કર્યાં હતા. તેમજ ગ્રામપંચાયત દ્વારા આધાર અપડેટ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.