Wednesday, 11/12/2024
Dark Mode

ગુજરાત સરકારને પણ હચમચાવી દેનારા આ ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ના મહા કૌભાંડમાં..!! દાહોદ પોલીસની ટીમે ૬ નકલી સરકારી કચેરીઓના માસ્ટર માઈન્ડ કા.ઈજનેર સંદીપ રાજપૂતની છોટાઉદેપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી…

November 13, 2023
        464
ગુજરાત સરકારને પણ હચમચાવી દેનારા આ ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ના મહા કૌભાંડમાં..!!  દાહોદ પોલીસની ટીમે ૬ નકલી સરકારી કચેરીઓના માસ્ટર માઈન્ડ કા.ઈજનેર સંદીપ રાજપૂતની છોટાઉદેપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી…

ગુજરાત સરકારને પણ હચમચાવી દેનારા આ ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ના મહા કૌભાંડમાં..!!

દાહોદ પોલીસની ટીમે ૬ નકલી સરકારી કચેરીઓના માસ્ટર માઈન્ડ કા.ઈજનેર સંદીપ રાજપૂતની છોટાઉદેપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી…

ભાજપ સરકારના ગરીબો માટેના પારદર્શક વહીવટોમાં ભેજાબાજ સંદીપ રાજપૂતે ગાબડું કેવી રીતે પાડ્યું !

દાહોદ તા.13

ગુજરાત સરકારને પણ હચમચાવી મુકનારા દાહોદ જિલ્લાના ૬ સરકારી નકલી કચેરીઓ ના નામે દાહોદ પ્રાયોજના કચેરી માંથી ૧૦૦ જેટલા કાર્મોની વહીવટી મંજૂરીઓ લઈને ૧૮,૫૯ કરોડ રૂપિયાના આચારવામાં આવેલા આ મહા કૌભાંડના મુખ્ય સૂત્રધાર નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત ની દાહોદ પોલીસ તંત્રની ટીમે છોટાઉદેપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ના આધારે ધરપકડ કરીને દાહોદ ખાતે લાવવામાં આવતા કે નકલી સરકારી કર્મચારીઓના ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીના એટલે કે પાંચ વર્ષો ના ચોકાવનારા કરતુકો તો બહાર આવશે સાથોસાથ દાહોદ પ્રાયોજના કચેરી થી લઈને તાલુકા કક્ષાના વહીવટો ની ભૂમિકાઓ પણ બહાર આવવાની શકયતાઓ માત્રથી તીવટી તંત્રના કર્મચારીઓમાં દિપાવલી પર્વના આનંદનો માહોલ અંદરખાને પરસેવે રેબઝેબ થઈ જવા પામ્યો છે!

 

છોટા ઉદેપુરના બોડેલી ખાતે બોગસ સરકારી કચેરી શરૂ કરવાના સંદીપ રાજપૂતના બહાર આવેલા કૌભાંડની તપાસો દરમિયાન દોદ જિલ્લામાં પણ સંદીપ રાજપૂત નકલી સરકારી કચેરીના કૌભાંડ ને અંજામ આપ્યો હોવા સંદર્ભમાં દાહોદ પ્રાયોજના વહીવટ સ્મિત લોઢાના (આઈ.એ.એસ ) દ્વારા પોતાની કચેરીમાં શરૂ કરેલા તપાસોનો ધમધમાટોમાં નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂતના ૯ બોગસ સરકારી કચેરીઓના મહા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

 

છોટાઉદેપુર સબ જેલમાં કસ્ટડીમાં ધકેલાયા આ મેજીબાજુ નક્કી કાર્યપાલક ઈજનેર સંદિપ રાજપુતની દાહોદ એ ડિવિઝન પી.આઇ. દિગ્વિજયસિંહ પઢીયાર અને એલ.સી.બી શાખાના પી.આઈ.કે.ડી.ડીડોરની ટીમોએ ટ્રાન્સફર વોરંટ ના આધારે સંદીપ રાજપુતની ધરપકડ કરીને દાહોદ ખાતે લાવીને પૂછપરછોનો આરંભકરવામાં આવેલ છે.

 

 

*સંદીપ રાજપૂતની ૬ નકલી સરકારી કચેરીઓ શરૂ કરવાના ઉદઘાટનોમાં આશીર્વાદ આપનારા ચહેરાઓ કોણ હશે?!*

 

દાહોદ પ્રાયોજના કચેરીની વહીવટ મહેબાન હોય તો જ આ શકય બનેલા ચાચાર બાં ૬ નકલી સરકારી કચેરીઓના ૧૮.૫૯ કરોડ રૂપિયાના બહાર આવેલા આ મહા કૌભાંડમા તાલુકા કક્ષાની અસલી સરકારી કચેરીઓનો વહીવટ પણ ઊંઘતી ઝડપાઇ જવા પામ્યો છે. એટલા માટે કે નકલી કાર્યપાલક ઇજનેર ની ૬ જેટલી બોગસ કચેરીઓ મારફતે ૧૦૦જેટલા કાર્મોની દરખાસ્તો તૈયાર કરીને તાલુકા કક્ષાની તાંત્રિક મંજૂરીઓના ઓથા હેઠળ દાહોદ પ્રાયોજના કચેરી માથી વહીવટી મંત્રીઓ લઇને આ કાર્યો પૂર્ણ કરીને તબકકાવાર પાંચ વર્ષોમાં ૧૮.૫૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટના નાંણા કાયદેસર સરકારી કચેરીઓના વહીવટ ની જેમ મેળવ્યા ત્યાં સુધી દાહોદ પ્રાયોજના કચેરીના વહીવટી સત્તાધીશો અને તાલુકા સતાધીશો બિલકુલ અંધારામાં રહ્યા આ વધુ એક ચોકાવનારી બાબતો છે. જોકે છોટાઉદેપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે દાહોદ પોલીસ તંત્રના સંકજામા આવી ગયેલા ભેજાબાજ નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની ૬ નકલી સરકારી કચેરીઓ શરૂ કરવાના આ મહા કાભાંડના વહીવટી ખેલો પણ બહાર આવવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.

 

*દાલ મેં કુછ તો કાલા હૈ ની ગંધ બહાર ના આવે આ માટે નકલી કા. ઇજનેર સંદીપ રાજપૂત પ્રસંગોપાત શુભેચ્છા કવરો અને ગિફ્ટ પણ આપતો હતો..*

 

દાહોદ પ્રાયોજના કચેરી માંથી સિંચાઈ અને પાણી માટે ની સુવિધાઓ નકલી સરકારી કચેરીઓના એકમાત્ર નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂતના અસલી અધિકારીના વાક્છટાના જેવા વહીવટમાં દિવાળીનાશુભ તહેવારો અને અન્ય વાર તહેવારોમાં પ્રભાવશાળી કેટલાક ચહેરાઓને કયાંક પત્રકારોને પણ શુભેચ્છઓ કવરો સાથે ગિફટ પણ આપતો હોવાની આ ચર્ચાઓમાં સંદીપ રાજપૂત પોતાની નકલી સરકારી કચેરીઓના વહીવટો ને અસલી કચેરી જેવા વહીવટમાં ફેરવી દીધો હતો ! જોકે દાહોદ પ્રાયોજના કચેરી દ્વારા દરેક તાલુકા કક્ષાએથી તાંત્રિક મંજૂરીઓ સાથે વિકાસના કામોની આવેલ દરખાસ્તો બાદ અગ્રીમતાઓ સાથે વહીવટી મંજૂરી આપવાની સમગ્ર પ્રક્રિયાપ્રભારીમંત્રી, જિલ્લા સત્તાપીશો અને સંસદ સભ્ય, ધારાસભ્ય સાથેના પરામર્શ બાદ જ આપવામાં આવતી હોય છે આ વહીવટી ચુતપરંપરાઓની બાજ નજરો વચ્ચે લ નકલી સરકારી કચેરીઓના ૧૦૦કામોની દરખાસ્તોનેવહીવટી મંજૂરીઓ આપવામાં આવે અને ૧૮.૫૯ કરોડ રૂપિયા ની ગ્રાન્ડના નાંણા ફાળવવાના પાંચવર્ષો સુધી ચાલેલા આ મહાકૌભાંડમાં દાલ મેં કુછ તો કાલા હૈ ના રૂપાયેલા રહસ્યોમાં વહીવટી અને રાજકીય માહોલ પણ અંદરખાને મહા ગરમાયેલા માહોલ જેવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!