
એપીએમસીમાં ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત વિધવા બહેનોને ચણાની કીટનું વિતરણ કરાયું.
દેવગઢ બારીયા માર્કેટયાડમાં આવેલ ખેતીવાડી સમિતિ ઓફીસ ખાતે ગંગા સ્વરૂપ યોજના હેઠળ 275 જેટલી વિધવા બહેનોને ચણાના કીટનું વિતરણ કરવામાં આવ્યું
દેવગઢબારીયા તા ૪
દેવગઢ બારીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 275 જેટલી વિધવા બહેનોને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ચણા 25 કિલ્લો , ટ્રાયકોડરમા પાવડર 1 કિલ્લો , એન.પી.કે. લિકવિડ 500 ગ્રામ , પાક સંરક્ષણ દવા 500 ગ્રામ સહિત ચણાના કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એક કીટની કિ.રૂ. 2800/- જેવા 275 કીટનું વિતરણ કરવામાં આવ્યું અને વધુમાં મંત્રી દ્વારા બહેનોને સમજણ આપતા આમ આદમી પાર્ટીને પણ આડે હાથે લીધી હતી. તેમની આગવી છટામા જણાવ્યુ હતુ કે, આપણી મોદી સરકાર વાયદા નથી કરતી બહેનોને પગભર બનવવાનુ કામ કરે છે. નહી કે, આમ આદમી પાર્ટીના ખોટા વાયદા જેવા કે, અગાઉ આમ આદમી દ્વારા ગેરેન્ટી કાર્ડ અપાયા હતા. એમા તમને કશું મળીયુ ?.. એ ખાલી વાયદાવાળી સરકાર છે. એમના ચક્કરમા ના પડશો અને આપણને સહાય કરનારી ભારતીય જનતા પાર્ટીના પડખે રહો તેવુ મંત્રી બચુભાઈ ખાબડે પોતાના ઉધ્ભોધનમા જણાવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા ઉપપ્રમુખ , દેવગઢ બારીયા પાર્ટી પ્રમુખ , જીલ્લા સભ્યો , તાલુકા સભ્યો , ખેતીવાડી અધિકારી ,પાર્ટીના હોદ્દેદારો સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં