રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના આદિજાતિ ભવનમાં બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા આયોજીત યુવા કારકીર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો…
દાહોદ તા.૨૯
બિરસામુંડા ભવન દાહોદ દ્વારા આયોજીત યુવા કારકીર્દી માર્ગદર્શક સેમિનાર આદિજાતિ ભવનના હોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુવાનોને સમાજ પ્રતિ, ખેલ પ્રતિ ઉપસ્થિત મહાનુભવોએ માર્ગદર્શન આપ્યું હતું.
બિરસામુંડા ભવન દાહોદ દ્વારા આયોજીત યુવા કારર્કીદી માર્ગદર્શક સેમિનારમાં મુખ્ય પ્રવક્તા અને માર્ગદર્શક તરીકે રાજેન્દ્ર અસારી (આઈપીએસ, ડી.આઈ.જી. (પી) ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદીપસિંહ ઝાલા, વી.એમ. પારગી (નિવૃત આઈપીએસ) ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્ય પ્રવક્તાઓએ યુવાધનને અતિઉત્સાહ અને જિજ્ઞાસાવાળા વાતાવરણમાં જ્ઞાનની સરસવાણી વહેડાવવી આદિવાસી યુવાધનને પપોતાના જીવનની કથની સાથે શરૂં કરીને સફળ કક્ષાએ જઈને માણસ ધારે તો બધુજ કરી શખે અને મનની મજબુતી ગળાથી ઉપરનો હિસ્સો મજબુત બનાવવાની માર્મિક ટકોર કરીને યુવાનોને ચેતનવંતુ બનાવી દેવાનો ભરચક પ્રયાસ કર્યાે હતો.
અહીંના યુવાનોને પોતાના બની જઈને વિશ્વાસ કેળવીને ઉંચા લક્ષના ખેલાડીઓ બનવા માટે લાગણી અને માર્ગદર્શન આફ્યું હતું. સમાજની પ્રખર સ્વાતંત્ર્યવાદી લાક્ષણીકતાવાળા સમાજને પોતાનો અલિખિત ઈતિહાસ તરફ દોરી જઈને આત્મા ગૌરવ લેનારો સમાજ બનાવવા તરફ સૌનું ધ્યાન દોર્યું હતું.
———————————