
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી સીટી સર્વે જમીન પર ગેરકાયદેસર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ.
સંજેલીમા સરકારી પડતર,ખરાબો ગૌચરની જમીનો અને સીટી સર્વે ની જમીનો ઉપર કેટલાક માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ ક્યારે દૂર થશે?
પાંચ વર્ષ અગાઉ રેન બશેરો ગ્રામ પંચાયત અને પંચાયતે બનાવેલી શોપિંગ સેન્ટર સહિતના કાચા પાકા 700 ઉપરાંત ગેરકાયદેસર દબાણો તોડી પડાયા હતા.
સંતરામપુર રોડ સર્વે નંબર 6 ઝાલોદ રોડ સર્વે નંબર 44 માં ભુમાફિયા દ્વારા દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરવા રજુઆત.
સંજેલી પંચાયત દબાણ કરતાં સાથે સાંઢગાંઠની મિલીભગતથી દબાણનો રાફડો.
સંજેલી તા.29
સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પંચાયતની તેમજ સીટી સર્વેની પડતર અને ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ થતાં જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ પણ કામગીરી હાથ ન ધરાવતા સરકારી પડતર સરવે નંબર 720 વાળી જમીન પર સિમેન્ટની વાડ કરી અને જમીન પચાવી પાડવાના કાવતરા હેઠળ જાગૃત નાગરિક દ્વારા લેન્ડ ગ્રેબિગ હેઠળ રજૂઆત કરાતા જિલ્લા સમિતિની મંજૂરી મળતા જ સીટી સર્વેયર દ્વારા સંજેલી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી.
સંજેલી ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ રેન બશેરો ગ્રામ પંચાયત અને પંચાયતે બનાવેલી શોપિંગ સેન્ટર સહિતના કાચા પાકા 700 ઉપરાંત ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ પંચાયતની આળસાઇ અને નિષ્કાળજી ને કારણે ફરી ગેરકાયદેસર દબાણો શરૂ થયા. સંજેલી પંચાયત વિલેજ ખરાબો સર્વે નંબર 6 અને ઝાલોદ રોડ હોળીફળીયા મા સર્વે નંબર 44 માં છેતરપંટી કરી ગેરકાયદેસર ત્રણ જેટલી દુકાનો કબજે કરતા સુરસીંગભાઇ ગીતાભાઈ ચારેલે સંજેલી પંચાયત સહિત મામલતદાર તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છતાં પંચાયતની મિલી ભગતના કારણે ફક્ત નોટિસ પાઠવી પુરાવા આપવા નોટિસ ફટકારી સંતોષ માનતા તલાટી સરપંચ?પંચાયત તંત્ર માત્ર દબાણો ખુલ્લા કરવા માટે નોટિસ ફટકારી અને સંતોષ માનતી રહી. અને આ નિષ્કાળ જેને કારણે હાલ સંજેલી ગ્રામ પંચાયતમાં આવેલી સરકારી પડતર,ખરાબો ગૌચરની જમીનો અને સીટી સર્વે ની જમીનો ઉપર કેટલાક માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેતા અને અવારનવાર રસ્તાઓ ઉપર તેમજ વાહન ચાલકોને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. દબાણ ખુલ્લું કરવા માટે અવારનવાર યોજાતી ગ્રામ સભા અને સામાન્ય સભામાં જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા માત્ર દબાણ કારણે નોટિસ આપી અને સંતોષ માની લેતા હોય છે. જ્યારે સંજેલી ખાતે ઠાકોર ફળિયામાં આવેલી સીટી સર્વે નંબર 720 વાળી સરકારી પડતર જમીન પર યોગેન્દ્રસિંહ જુવાનસિંહ સોલંકી દ્વારા સરકારી પડતર જમીન પચાવી પાડવા માટે ગેરકાયદેસર પ્રવેશ કરી અને જમીન પર સિમેન્ટની વાળ કરી દેતા અરજદાર રશ્મિકાબેન તેરસિંગભાઈ રાવત દ્વારા લેન્ડ ગેબીંગ હેઠળ ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી હતી જેની જિલ્લા કક્ષાએ મળેલી સમિતિની મંજૂરી બાદ સંજેલી સીટી સર્વે ના સર્વેયર સમીર ચરપોટ દ્વારા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાતા અન્ય દબાણ કારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.