બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ચોથો સમૂહલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો આદિવાસી સંસ્કૃતિના જતન સાથે દેવા રહિત સમાજ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સશક્ત પગથિયું

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ચોથો સમૂહલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો

આદિવાસી સંસ્કૃતિના જતન સાથે દેવા રહિત સમાજ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સશક્ત પગથિયું

દાહોદ તા. ૧૦

આજ રોજ દાહોદ બિરસા મુંડા ભવનના આંગણે આદિવાસી સમાજના ચતુર્થ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું .. આદિવાસી સમાજમા લગ્ન પ્રંસગે થતાં વધારે પડતા ખર્ચ નાબુદ કરવા અને જુના નવા સમાજને નુકશાનકર્તા રિવાજો ને નાબુદ કરવાના શુભ આશયથી આ કામ બિરસા મુંડા ભવન દાહોદ પંચમહાલ મહિસાગર દ્વારા છેલ્લા ચાર વર્ષ થી કરવામાં આવી રહ્યું છે.

.આજ રોજ ખુબ મોટી સંખ્યામા લોકોએ આ સમુહ લગ્નમાં ઉત્સાહ પુર્વક ભાગ લીધો.. બિરસા મુંડા ભવનના સૌ હોદેદારોએ…આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉઠાવી…શ્રી અમરભાઈ..શ્રી રાજેશ વસાવેજી.. શ્રી દિનેશ ગુરુજી…શ્રી બી બી વહોનીયા સાહેબ..શ્રી એફ સી વહોનીયા સાહેબ..શ્રી સુરેશભાઈ મેડા સાહેબ…અને તમામ મહાનુભવો જેમણે આ પવિત્ર અને ઉમદા કાર્યક્રમ નું આયોજન કર્યું ..સહકાર સહયોગ આપ્યો છે..

અને હાજરી આપી છે.એમને સૌને ખુબ ખુબ અભિનંદન..અને જેમના કારણે આ કાર્યક્રમ નું આયોજન શક્ય બન્યું છે..એવા આ સમુહ લગ્ન ના મુખ્ય પાત્રો કન્યા ઓ અને વર યુવાન યુવતીઓ અને એમના માતા પિતાઓ ને ખુબ ખુબ અભિનંદન…એમના સુખી લગ્નજીવન અને સુખી કૌટુંબિક જીવનની ખુબ ખુબ શુભકામનાઓ..સામાજિક માન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ દેખાદેખીના ખોટા દુષણ અને જાગૃતિના અભાવના કારણે આદિવાસી સમાજ માં સમુહલગ્ન બાબતે હજુ પણ લોકો દુર રહે છે..

એવા સમયે આ સમુહ લગ્ન માં સામેલ તમામ માતા પિતા અને યુવાન યુવતીઓ ની આ પહેલ આવનાર પેઢી માટે ચોક્કસ દિશા સુચક બની રહેશે..સમાજને લાભદાયી પુરવાર થશે…આ પ્રંસગે બિરસા મુંડા ભવન પરિવાર અને પુરો આદિવાસી સમાજ એમનો આભાર વ્યક્ત કરે છે..અભિનંદન પાઠવે છે..સમાજ માટે સમુહલગ્ન ખુબ જ જરુરી અને લાભદાયી કદમ છે…આયોજન છે..સમાજના સૌ લોકો આ બાબતે સકારાત્મક રીતે વિચારે એ જરુરી છે..

સહયોગ સહકાર આપે એ જરુરી છે..એમાં સામેલ થાય..પ્રોત્સાહન આપે તો હજુ વધારે યુગલો આમાં જોડાઈ શકે છે..જેમ જેમ આ કાર્યક્રમ આગળ વધશે..લોકો ચોક્કસ જાગૃત બનશે..એની ઉપયોગિતા ચોકકસ સમજશે..અને વધારે લોકો જોડાશે..આજનો કાર્યક્રમ ખુબ સફળ રહ્યો છે..કાર્યક્રમના આયોજનમાં સામેલ સૌ સમાજ જનોને ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ આભાર….

👌🏻👌🏻🙏🏻🙏🏻💐💐🏹🏹

Share This Article