બાબુ સોલંકી :- સુખસર
આવનારી પેઢી અને આપણા સૌના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી જરુરી છે: રમેશભાઈ કટારા
ફતેપુરા અને સંજેલી તાલુકા માં કૃષિ મેળો યોજાયો.
સુખસરતા.૨૮
ફતેપુરા અને સંજેલી તાલુકા માં કૃષિ મેળો વ ખેડુત પરિસંવાદ કાર્યક્રમ શનિવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં સંજેલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી શાખા અને આત્મા પ્રોજેક્ટ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્ર્મ યોજાયો હતો.
દાહોદ જિલ્લા ખેતીવાડી શાખા અને આત્મા પ્રોજેક્ટ કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે કૃષિ વ ખેડૂત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુરા તાલુકા અને સંજેલી તાલુકા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેઓ દ્વારા “ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના પગલા તેમજ હાયડ્રોપોનીક ખેતી” વિષય અંગે, ખેડૂતોને આધુનિક ખેતી વિષે માહિતી તેમજ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પકૃતીક ખેતી બાબતે ચર્ચા કરી હતી. સંજેલી તાલુકા ના કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, તાલુકા પંચાયત પ્રમુખ અરૂણાબેન પલાશ, ખેતી અઘિકારી પી. આર. દવે સહિત તાલુકા ના કર્મચારીઓ ખેડુત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કૃષિ મેળો, કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ-ર દરમિયાન ખેડૂત ભાઈઓ. આ કાર્યક્રમમાં તાલુકામાંથી અંદાજીત એક હજારથી પણ વધારે ખેડૂતોએ હાજરી આપી અને ખેડૂતોએ વિવિધ સરકારી યોજના, પ્રગતિશીલ ખેડૂતો અને વિવિધ ખેત ઉપયોગી સાધન સામગ્રીનું પ્રદર્શન સ્ટોલમાં નિહાળેલ હતું.
ફતેપુરા તાલુકાના કાર્યક્ર્મ માં તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ પારગી, ભાજપ પ્રમુખ રામાભાઈ પારગી, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા સભ્યો, ઉપસ્થિત રહ્યા હતા.