રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીનો ભવ્ય વિદાય સંભારભ યોજાયો.
TDO ભાવેશ વસાવાએ ત્રણ વર્ષ કરતા વધુ સમય દાહોદમાં પદસ્થ રહેતા કોરોના કાળ દરમિયાન તેઓની કામગીરી સૌ કોઈએ વખાણી..
પ્રજા, પક્ષ અને સરકાર વચ્ચે સંકલન અને સમન્વય સાથે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીની બદલી થતા પંચાયત સ્ટાફ ભાવુક થયો..
દાહોદ તા.28
ગુજરાત સરકારે તાજેતરમાં ગુજરાત વિકાસ સેવા વર્ગ -2 ના 164 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલીઓનો ગંજીફો ચિપ્યો હતો.જેમાં દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓની અન્ય સ્થળે બદલી કરવામાં આવી હતી.
આ બદલીઓના દોરમાં ગત. તારીખ 06.07.2020 થી તાલુકા પંચાયત દાહોદમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા ભાવેશ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પ્રજાલક્ષી કામોને અગ્રીમતા આપી પ્રજા, પક્ષ, અને સરકાર વચ્ચે સંકલન તેમજ સમન્વય રાખી નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરનાર ભાવેશ વસાવાએ ત્રણ વર્ષ અને ત્રણ માસ સુધી દાહોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ કાળ દરમિયાન સુપેરે નિભાવી કુશળ રીતે તાલુકા પંચાયતનો વહીવટ ચલાવ્યો છે.
પરંતુ બદલીઓ અને બઢતીઓ સરકારમાં એક વ્યવસ્થા નો ભાગ છે.તેવી જ રીતે ટીડીઓ તરીકે ફરજ બજાવી રહેલા ભાવેશ વસાવાની તાજેતરમાં 164 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓના દોરમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે થતા આજ રોજ તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ભાવેશ વસાવાને ખૂબ જ માન સન્માનપૂર્વક ભવ્ય વિદાય આપી હતી.
તો ટોપી હોલ ખાતે પણ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સદસ્યો સરપંચો તલાટી,સહિતના લોકો હાજર રહ્યા હતા. ઉપરોક્ત સૌએ ટીડીઓ ભાવેશ વસાવા સાથે કરેલા કામો અંગે સ્મરણ વગોળ્યા હતા. તેમજ તેઓ આગામી સમયમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી. જોકે તેઓ નર્મદા જિલ્લામાંથી આવતા હોવાથી તેઓની બદલી તેમના વતન નજીક એક તરફ તેમના વતનમાં જવાનો હરખ હતો. પરંતુ બીજી તરફ દાહોદ જિલ્લામાં આપેલા ત્રણ વર્ષ દરમિયાન તેઓનો અહીંના લોકો સાથે જોડાયેલો નાતો ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશે તેનો પણ વસવસો હતો. પરંતુ હવે જેમ બઢતી અને બદલી સરકારનો વહીવટનો ભાગ છે. તેને સહર્ષ સ્વીકારી આજરોજ બીજી વાત રીતે તેઓનો ચાર્જ અને અધિકારીને સોંપી તેઓની બદલી કરાયેલી સ્થળ પર જવા માટે ઉપસ્થિત સૌ કોઈની વચ્ચે હર્ષભેર વિદાય લીધી હતી. અને દાહોદ અને દાહોદના લોકો હંમેશા સંસ્મરણમાં રહેશે. અને ભવિષ્યમાં ક્યારે પણ દાહોદની સેવા કરવાનો મોકો મળશે તો પરત આવવાની પણ બાંહેધરી આપી હતી.