દાહોદનો ચકચારી મિલાપ શાહ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો..
બર્થડે સેલિબ્રેશન કરવા આવેલા મિલાપ જોડે મિત્રતા કેળવી સૂરજ તેમજ તેના બે મિત્રોએ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો.
ત્રણ પૈકી મદન થાપાની રેલ અકસ્માતમાં મોત : પોલીસે હત્યામાં સામેલ 2 તેમજ હત્યાંમાં સામેલ 4 ને રાઉન્ડ અપ કર્યા.
દાહોદ sp ની નિઘરાણીમાં asp વિશાખા જૈન, તેમજ પોલીસની ટીમોએ ભેદ ઉકેલ્યો..
પોલીસે વલસાડ, સુરત, પાલઘર, તેમજ મુંબઈ પોલીસની મદદથી ચારેય આરોપીઓને મુંબઈથી દબોચ્યાં.
દાહોદ તા.૨૮
દાહોદ શહેરનો બહુચર્ચિત એવા મિલાપ શાહ મર્ડર કેસમાં દાહોદ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હા પરથી ભેદ ઉકેલી કાઢી આ મર્ડરને અંજામ આપનાર કુલ ત્રણ ઈસમોની સંડોવણી બહાર આવી છે.પોલીસે પાંચ ઈસમો પૈકી પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે. જ્યારે અન્ય એક ઈસમની સુરત પાલઘર વચ્ચે ટ્રેન અકસ્માતમાં મોત નીપજ્યું છે.ત્યારે આ મર્ડરને હત્યારાઓએ લુંટના ઈરાદે મિલાપ શાહને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં શહેર સહિત જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે સુમેરૂ એપાર્ટમેન્ટમાં રહેતા મિલાપ શાહ ૨૫મી ઓક્ટોમ્બરાન રોજ રાત્રીના સમયે ગુમ થયાં હતાં અને તારીખ ૨૭મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના આસપાસ શહેરના દેસાઈવાડની રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ, દેસાઈ સાયકલ સ્ટોરની સામે શ્રીરામ ગલી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાંથી મિલાપ શાહનો લોહીથી લથબથ અને શરીરે તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકેલ હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં, જિલ્લા બહાર તેમજ અન્ય રાજ્યોમાં તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસ દ્વારા આ ગુન્હા પરથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો. દાહોદ એલ.સી.બી. પોલીસ દ્વારા ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એસઓજી, પેરોલ ફ્લો સ્કોર્ડને, દાહોદ એ ડિવીધન પોલીસને સાથે રાખી લોકલ સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ સોર્સ તેમજ હ્મુમન ઈન્ટેલીજન્સની મદદથી હત્યારાઓની ઓળખ પ્રસ્થાપિત કરી હતી અને તેઓને શોધી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા હતાં અને હત્યારાઓ સીસીટીવી કેમેરામાં જણાઈ આવ્યાં હતાં. હત્યારાઓની ઓળખ કરતા તેઓ દાહોદ એક હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતાં હોય જેથી તેઓના પુરા નામ સરનામા તેમજ આઈડી કાર્ડની માહિતી મેળવી તપાસ કરતાં મૃતક મિલાપ શાહ એકાદ અઠવાડીયા પહેલા પરીવાર સાથે બર્થ ડે પાર્ટી કરવા એક હોટલમાં આવ્યાં હતાં અને તે દરમ્યાન હત્યારાઓ સાથે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ એકબીજાના મોબાઈલ નંબર આપી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. આ બાદ પોલીસે સ્થાનીક દુકાનોમાં પુછપરછનો ધમધમાટ આરંભ કરતાં હત્યારાઓએ ચપ્પુ ખરીદ્યુ હતું તે દુકાને જઈ હત્યારાઓના ફોટા બતાવતાં દુકાનદારે હત્યારાઓને ઓળખી બતાવ્યાં હતાં અને ત્યાર બાદ પોલીસે તપાસનો દૌર આગળ આરંભી અલગ અલગ ટીમો બનાવી મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે આરોપીઓને ઝડપી પાડવા માટે રવાના થઈ હતી અને મહારાષ્ટ્ર ખાતેથી સુરજ રમેશસિંહ દાનસિંહ કેશી (રહે. નેપાળ), રણજીત રવિન્દ્રનાથ પોલ (રહે. મુંબઈ (મહારાષ્ટ્ર) અને મદન થાપા (રહે. નેપાળ) ને મહારાષ્ટ્ર ખાતે મૃત્યુ પામ્યું છે. તેમજ અન્ય બે મળી કુલ 4 ને ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવ્યાં હતાં
મિલાપ શાહને પરપ્રાંતીય યુવકો જોડે મિત્રતા ભારે પડી..
વીસ દિવસ પહેલા નેપાળથી દાહોદ નોકરી અર્થે દાહોદ આવેલા સૂરજ, મદન થાપા,રણજીત સહીત પાંચ વેઇટરો દાહોદની એક હોટલમાં નોકરી કરવા આવે છે. આ દરમિયાન મિલાપ શાહ પુત્રીના બર્થડે સેલિબ્રેશન માટે હોટલમાં જાય છે આ દરમિયાન બંને વચ્ચે એકબીજાના નંબરોની આપલે થઈ મિત્રતા કેળવાય છે. આ પ્રકરણમાં પરપ્રાંતિયો જોડે મિત્રતા મિલાપનું મોતનું કારણ બને છે.
સૂરજ કેશી નેપાળી ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ હતો..
હત્યારો સૂરજ આ પહેલા જુદી જુદી જગ્યાએ નોકરી કરી ચૂક્યો હતો. તેના ઝઘડાળુ તેમ જનુની સ્વભાવના લીધે તેને કાઢી નાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં હત્યાનો સુરજ થોડાક સમય અગાઉ દુબઈ ખાતે પણ નોકરી અર્થે ગયો હતો.જ્યાં એક ગુનામાં તેની સંડોવણી બહાર આવતા તેણે દુબઈ પોલીસ દ્વારા ડીપોર્ટ કરવામાં આવ્યો હતો.
હત્યાકાંડ પૂર્વ આયોજિત કાવતરૂ હતો.આરોપીઓએ નવા મોબાઈલ અને સિમકાર્ડની ખરીદી કરી હતી.
પાંચ પૈકી ચાર અવધમાં મુંબઈ ગયા, સૂરજ અવન્તિકામાં મુંબઈ પહોંચ્યો..
ઉપરોક્ત પાંચ વેટરો પૈકી ચાર વેટરો સાંજે અવધ એક્સપ્રેસ મારફતે મુંબઈ ખાતે રવાના થયા હતા. જ્યાં રસ્તામાં મદન થાપા સુરત ખાતે ઉતરી અને ટ્રેનમાં સુરત થી મુંબઈ સુધીની ટિકિટ હતી. જે ટ્રેનમાં ચડ્યો હતો એ ટ્રેનમાં સુરત અને પાલઘર વચ્ચે પડી જવાથી મોતને ભેટયો હતો. જોકે પોલીસે આ ખરેખર ટ્રેનમાંથી પડ્યો હતો અથવા કોઈએ ધક્કો માર્યો હતો આ દિશામાં સુરત વલસાડ અને મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મિલાપ શાહ મર્ડર કેસ પૂર્વ આયોજિત કાવતરું હતું.જેમાં મિલાપ શાહ ગુમ થયો તેના પાંચ દિવસ પહેલા જ હત્યાની સ્ક્રીપ્ટ લખાઈ ગઈ હતી. જે બાદ આરોપી રણજીત પોલના નામે ઉપરોક્ત મદન થાપા, સૂરજ, તેમજ રણજીતે નવા સિમ અને મોબાઈલ ખરીદ્યા હતા. અને હત્યા બાદ જુના મોબાઇલ અને સીમકાર્ડનું નાશ કરી નવા મોબાઈલ અને સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો.
મિલાપ શાહની હત્યાના દિવસનું સમગ્ર ઘટનાનો ક્રમ.
૧૨.૩૫ કલાકે હોટેલથી રવાના..
૧૨.૫૦ કલાકે તાલુકા સર્કલથી ફાયર સર્કલ રવાના
૧૩.૦૦ કલાકે ફાયર સર્કલથી ૦૩ જણા ફોલ્ડ થયા, સુરજ અને મદન આગળ ગયા
૧૩.૦૩ કલાકે સુરજ અને મદન ડબગરવાસમાં જાય છે
૧૩.૩૦ કલાકે પરત જુની કોર્ટ પર આવે છે.
૧૩.૫૦ કલાકે સુરજે હથિયાર ખરીદ્યો, જુની કોર્ટ પાસેથી
૧૩.૫૬ કલાકે સુરજ સલુનની દુકાને ગયો
૧૪.૩૮ કલાકે પરત આવતા આવતાં મદન સાથે ફરી ડબગરવાસમાં ગયો
૧૫.૧૦ કલાકે જુની કોર્ટ આગળ પરત આવ્યાં બંન્ને ઈસમો
૧૫.૫૧ કલાકે પાંચેય ઈસમો ફાયર સર્કલથી રીક્ષામાં બેસ્યા
૧૫.૫૧ કલાકે પાંચે ઈસમો ફાયર સર્કલ, નવધા હોસ્પિટલ થઈ રેલ્વે સ્ટેશન પહોંચ્યાં.
૧૯.૪૨ કલાકે મૃતક મિલાપ શાહ પોતાની બાઈક લઈને સુરજને રેલ્વે સ્ટેશન લેવા માટે આવે છે
૧૯.૪૩ કલાકે હિન્દુ ધર્મ શાળામાં બંન્ને ઈસમો ગયાં
૧૯.૪૯ કલાકે મૃતક મિલાપ શાહ ધર્મશાળામાંથી બહાર નીકળે છે
૧૯.૫૪ કલાકે મૃતક મિલાશ શાહ ધર્મશાળામાંથી બહાર આવી રેલ્વે સ્ટેશન તરફ ગયો
૨૦.૦૫ કલાકે સુરજ ધર્મશાળાની બહાર આવેલ દુકાનમાં ગયો
૨૦.૧૨ કલાકે સુરજ ધર્મશાળાની અંદર ગયો
૨૦.૨૯ કલાકે સુરજ ધર્મ શાળાની બહાર આવ્યો
૨૦.૪૦ કલાકે સુરજ ધર્મ શાળાની અંદર ગયો
૨૦.૪૦ કલાકે મૃતક મિલાપ શાહ ધર્મ શાળાની અંદર આવે છે ત્યાથી થોડીવારમાં મૃતક ધર્મશાળામાંથી બહાર આવે છે (કપડા બદલીને)
૨૦.૪૪ કલાકે મૃતક મિલાપ શાહ અને સુરજ બંન્ને ધર્મ શાળાથી નીકળ્યાં
૨૦.૪૯ કલાકે મૃતક મિલાપ શાહ સુરજ બનાવ બન્યાની જગ્યાએ નીકળ્યાં
૨૧.૨૪ કલાકે સુરજ મૃતક મિલાપ શાહની મોપેડ કુકડા ચોક, અંજુમન દવાખાના, ભરપોડા, વિવેકાનંદ સર્કલ થઈ ધર્મશાળા પહોંચ્યો
૨૧.૩૪ કલાકે સુરજ ધર્મ શાળામાંથી બેગ લઈ મોપેડ લઈને રેલ્વે સ્ટેશન પહોંચ્યો
૨૧.૩૫ કલાકે સુરજ મૃતક મિલાપ શાહની મોપેડ લઈ રેલ્વે સ્ટેશનમાં જતો જાેવાય છે..
10.00 વાગે અવંતિકા એક્સપ્રેસ ટ્રેન મારફતે મુંબઈ જવા રવાના થાય છે.