બાબુ સોલંકી :- સુખસર
સુખસર પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમીના અવશરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
સુખસરતા.૨૪
વિજયા દશમી એટલે કે દશેરા નું પર્વ.અસત્ય ઉપર સત્યના વિજય ના પાવન દિવસના પર્વ દરમિયાન શસ્ત્ર પૂજાનું મહત્વ ધરાવે છે.ત્યારે આજ રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફની હાજરીમાં શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.પ્રતિ વર્ષ શસ્ત્રોની વિજયા દશમી નિમિત્તે શાસ્ત્રોક્ત પૂજનની પરંપરા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરી હતી.વિજયા દશમીના પાવન પર્વે સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા પરંપરા આગળ ધપાવતા સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ ખાતાના કર્મીઓ દ્વારા તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.પી.એસ.આઇ દ્વારા સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.અને રાષ્ટ્ર, રાજ્યના નાગરિકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસની કર્તવ્ય પરાયણતાને બિરદાવી હતી.