ઈલિયાસ શેખ :- સંતરામપુર
રાજયના કેબિનેટ શિક્ષણ મંત્રીએ સંતરામપુર કડાણા ખાતે વિવિધ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી આરતી નો લહાવો લીધો..
સંતરામપુર તા. ૨૨
શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર પોતાના મતવિસ્તારમાં સંતરામપુર કડાણા ખાતે વિવિધ નવરાત્રી મૉહોત્સવમાં પોહચી માતાજીના દર્શન આરતીનો લાહવો લીધો હતો..
હાલ માતાજીની ભક્તિ આરાધના કરવાનો પાવન પર્વ નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે માય ભક્તો ભક્તિ ભાવ અને આસ્થાભેર માતાજીની આરાધના કરી રહ્યા છે ખેલૈયાઓ નવરાત્રી મૉહોત્સવમાં માતાજીના ગરબા રમી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર પોતાના મતવિસ્તાર સંતરામપુર અને કડાણા તાલુકામાં અલગ અલગ ગામોમાં ગરબા મૉહોત્સવમાં પોહચી પૂજા અર્ચન કરી માતાજીના દર્શન અને આરતીનો લાહવો લઈ સૌ ખેલૈયાઓને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી
રાજ્યના શિક્ષણ મંત્રી પોતાના મતવિસ્તારમાં સંતરામપુર અને કડાણા તાલુકામાં નવરાત્રી મૉહોત્સવમાં જઇ માતાજીની આરતી દર્શન નો લાહવો લીધો હતો જેમાં સંતરામપુર શહેરના મુખ્ય બજાર,તાલુકાના ઉખરેલી, ભાણાસિમલ,ભંડારા સહિત ગામો તેમજ કડાણા તાલુકાના તલવાડા,મુનપુર,વેલણવાડા,અમથાણી, રણકપુર,આકલીયા, ભાગલીયા, બોકનનાડા ચોકડી, તેમજ મલેકપુર સહિત ગામોમાં આયોજિત નવરાત્રી મૉહોત્સવમાં પોહચી આરતી દર્શનનો લાહવો લીધો હતો.